વિસાવદરમાં પેટા ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. એક બાજુ વરસાદની આગાહી તો બીજી બાજુ રાજનેતાઓના બેફામ ભાષણો ચાલી રહ્યા છે. એક બાજુ નેતાઓ પ્રચાર કરવા આવી રહ્યા છે અને પ્રજાને રીઝવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ચૂંટણી પ્રચાર ગરમાયો છે અને રાજકીય મંચો હવે ધમાકેદાર ભાષણોથી ગરમાયા છે. વિસાવદર બેઠક પરથી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના તાજેતરના નિવેદનોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એક તરફ જ્યાં કિરીટ પટેલે વિરોધી પક્ષને લલકાર્યું, બીજી તરફ તેમણે પોતાની પાર્ટીના નેતા Jayesh Radadiya ની સરાહના કરતા કહ્યું કે 400 દીકરીઓના સમૂહલગ્ન કરાવનાર એવા ભાઈને મંત્રી બનાવવામાં આવે તો વિકાસ વધુ ઝડપથી થઈ શકે છે.” ત્યારે આ મુદ્દે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ શું કહ્યું સાંભળો આ વીડિયોમાં.
આ પણ વાંચો – Kirit Patel: “હું જીતીશ તો રાદડિયા બનશે મંત્રી”