IPL 2025ની મેગા ઓક્શન પહેલા જ વિરાટ કોહલીએ RCB મેનેજમેન્ટ સામે એક અનોખી માંગ કરી છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનું ફરીથી કેપ્ટન બનવા માંગે છે. કોહલીએ અગાઉ 2013 થી 2021 સુધી આરસીબીની કપ્તાની કરી છે. પરંતુ 2022થી દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર ફાફ ડુ પ્લેસિસ ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે.
કોહલી ફરીથી rcbનો કેપ્ટન બની શકે છે
કોહલી આગામી સિઝનમાં બેંગલુરુ ટીમની કેપ્ટનશીપ કરવા જઈ રહ્યો છે. 2021ની સીઝનના અંતે જ્યારે કોહલીએ RCBની કેપ્ટનશીપ છોડી દીધી ત્યારે એવી અફવાઓ ચાલી રહી હતી કે, કોહલીએ ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહ્યો તેના કારણે કેપ્ટનશીપ છોડી દીધી છે. પરંતુ ફાફ ડુ પ્લેસિસના હાથમાં કમાન આવ્યા બાદ પણ બેંગલુરુ ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહ્યું છે. ડુ પ્લેસિસ એક ખેલાડી તરીકે સારો દેખાવ કર્યો છે.તેની કેપ્ટનશીપમાં ટીમ માત્ર એક જ વાર પ્લેઓફમાં પહોંચી શકી છે.
વિરાટ કોહલીએ 2013માં કેપ્ટનશીપ સંભાળી હતી
વિરાટ કોહલીએ 2011માં પ્રથમ વખત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશીપ કરી હતી. પરંતુ તેને 2013માં સંપૂર્ણ કેપ્ટનશીપ મળી હતી. તેની કપ્તાનીમાં RCBએ 143 મેચ રમીશે. જેમાંથી તે 66 વખત ટીમને જીત અપાવવામાં સફળ રહ્યો હતો.બેંગલુરુ 70 મેચ હારી અને 3 મેચમાં ટાઈ રહી. એવી પણ અટકળો હતી કે, આરસીબીની કેપ્ટનશીપની ભૂમિકા માટે શુભમન ગિલને ટાર્ગેટ કરી રહ્યું છે. પરંતુ અહેવાલો અનુસાર, ગિલે ગુજરાત ટાઇટન્સ સાથે રહેવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત RCB આગામી સિઝન માટે યશ દયાલ, મોહમ્મદ સિરાજ અને ગ્લેન મેક્સવેલને પણ રીટન કરી શકે છે.