ગુજરાતના Visavadar માં પેટાચૂંટણી માટે ધમખમથી પ્રચારની શરૂઆત થઈ ગઈ છે. નેતાઓ બેબાક રીતે પોતાના ભાષણો આપી રહ્યા છે. જ્યાં સામે જનતાઓ પણ તેમને તાલીઓથી વધાવી રહી છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર Kirit Patel મેદાને છે. તો સામે આમ આદમી પાર્ટીમાંથી Gopal Italia પણ ધમખમથી વિસાવદરોની બજારમાં અત્યારે પ્રજાને રીઝવવા માટે જે પણ કાંઈ કરવું પડે તે કરવા માટે મેદાને ઉતર્યા છે. પણ હવે અહીંયા સામસામો મામલો મેદાને પડ્યો છે કેમ કે વિસાવદરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પર એવા આરોપો લાગ્યા હતા કે તેમને સહકારી મંડળી અને બેંક થકી ખેડૂતોના કરોડો રૂપિયા ખાઈ ગયા છે.
આવા આરોપ લાગતા હવે ફરીથી જે વિસાવદરની ચૂંટણી લડવા આવ્યા છે ત્યારે જાહેર મંચ પરથી કિરીટ પટેલ આ આરોપોનો જવાબ આપતા કહે છે કે જો મેં ખેડૂતોના પૈસા ખાધા હોય તો પછી મારે ઝેર પીવા બરાબર થાય મને એક પણ રૂપિયો ખેડૂતોનો ના ખપે. હવે સામે ગોપાલ ઈટાલિયાએ પણ વડતો જવાબ આપ્યો અને કહ્યું કે કિરીટ પટેલ ક્યાંથી ઝેર પીવે કે દવા પીવે ઝેરને દવા તો આ વિસાવદરના ખેડૂતોને પીવી પડે છે.
આ પણ વાંચો – Visavadar ની ચૂંટણી સમયે મહેશગીરીએ ગોપાલ ઈટાલીયા નો જૂનો વિડીયો વાયરલ કરી શું કહ્યું?