Visavadar માંઈટાલીયા સામે AAP ના જ હિતેશ વઘાસીયા એ પક્ષ છોડી અપક્ષ ઉમેદવારી કરી ખોલ્યા રાજ
Visavadarમાં ચુંટણીનો મામલો મેદાને પડ્યો છે ત્યારે ગોપાલ ઈટાલીયા માટે મુશ્કેલીઓ વધી રહી હોય એવું લાગી રહ્યું છે. ભાજપની આખી સેના જયારે મેદાને ઉતરી હોય ત્યારે ગોપાલ ઇટાલિયા નજીકના મિત્ર એવા હિતેશ વઘાસીયાએ એક પત્રકાર પરિસદ યોજી મોટો ધડાકો કર્યો છે.AAPના નેતા અને ગોપાલ ઇટાલીયાના ખાસ માનાતા એવા હિતેશ વઘાસીયાએ પત્રકાર પરિષદ યોજી એવી જાહેરાત કરી કે તેઓ હવે AAPમાં નહિ રહે અને અપક્ષમાં તેઓએ ઉમેદવારી નોંધાવી છે.
ત્યારે ન્યૂઝરૂમ સાથેની વાતચીતમાં હિતેશ વઘાસીયા એ ઘણા એવા ખુલાસા કર્યા છે. તેઓએ કહ્યું કે છેલ્લા 5 વર્ષથી તેઓ પાર્ટીના કામમાં દિવસ રાત જોયા વગર જોડાયેલા છે, છતાં પણ પાર્ટીએ તેમને ટિકિટ ના આપી છતાં તેઓ કામો કરતા રહ્યા. તેઓ એ કહ્યું કે ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટી છેતરી રહી છે એના લીધે તેઓ સભ્યપદેથી તેમજ સંગઠનના મંત્રીપદેથી રાજીનામુ આપી દીધું.અને તેઓ અપક્ષ ઉમેદવારી માટે ફોર્મ ભરી દીધું છે.
તેઓએ કહ્યું કે હું ગોપાલ ઈટાલિયાથી ખૂબ નારાજ છું, કારણ કે એ વિસાવદર વિધાનસભાની ભોળી જનતાને ભ્રમિત કરવાનું ચાલુ કર્યું છે. Visavadaમાં આવીને એમણે પહેલા એવું કહેલું કે હું ખેડૂત પુત્ર છું, પરંતુ એમના એફીડેવિટમાં એવું દર્શાવવામાં આવે છે કે એમની પાસે ખેતીની જમીન નથી. 2022 માં ટિકિટોના ગફલા કરવામાં આવ્યા, ત્યાર પછી એમને પ્રદેશ પ્રમુખ પદેથી હટાવવામાં આવ્યા. ત્યારબાદ એક વર્ષ સુધી ઘરે બેસી રહ્યા અને લોકોને એવા પણ મેસેજ અને ટેલિફોનિક ચર્ચાઓ કરેલી કે ઘરે રહો સુરક્ષિત રહો.
ગોપાલભાઈ ઈટાલિયા સનાતન ધર્મની વિરુદ્ધમાં બેફામવાળ વિલાસ કરતા પરંતુ પોતાનો અંગત રાજકીય લાભ લેવા માટે જેમ સનાતન ધર્મની વિરુદ્ધમાં બોલવાનું બંધ કરી દીધું ને અત્યારે સાધુ સંતોના ચરણે આશીર્વાદ લેવા જાય છે એમ પોતાનો રાજકીય સ્વાર્થ પૂરો થશે એટલે લોકો માટે બોલવાનું પણ બંધ કરી દેશે.ભોળી જનતાને ભ્રમિત કરે છે.આથી ગોપાલ ઈટાલિયાથી હું ખૂબ નારાજ છું.
તેઓએ ગોપાલ ઈટાલીયા પર આક્ષેપ લગાવતા કહ્યું કે બે થી ત્રણ અપક્ષ ઉમેદવારો છે એ સુરતના છે જે ગોપાલ ઈટાલીયાએ ઉતર્યા છે. જેથી કરીને મતદાનના દિવસે ચૂંટણી એજન્ટ તરીકે કામ કરી શકે.