Visavadar ની ચૂંટણી સમયે મહેશગીરીએ ગોપાલ ઈટાલીયા નો જૂનો વિડીયો વાયરલ કરી શું કહ્યું?
Visavadar ચૂંટણીમાં ભાજપ તથા AAP સામસામે આરોપો મૂકી રહ્યા છે ત્યારે ભાજપના પૂર્વ સાંસદ મહેશગીરી બાપુનો પણ એક વિડિઓ સામે આવ્યો છે જેમાં તેઓએ ગોપાલ ઈટાલીયાના જુના વિડિઓ સામે લાવ્યા. જે વિડીઓમાં ગોપાલ ઈટાલીયાએ હિન્દૂ ધર્મની પરંપરા મુજબ થતી સત્યનારાયણની કથા તેમજ ભાગવત કથા પર નકારાત્મક ટિપ્પણીઓ કરેલી છે. તે ઉપર મહેશગીરી બાપુએ કહ્યું કે આવી ટિપ્પણી કરનારાઓને ગામમાં પ્રવેશ ના એવો જોઈએ. તેઓએ લોકોને વિનંતી કરી છે કે જો ગોપાલ ઈટાલીયા તમારા ગામમાં આવે તો એને ગામમાંથી કાઢી મુકવો. તેઓએ એ પણ કહ્યું કે આપણી માતા બહેનોએ છાજીયા લેવા જોઈએ અને ગોપાલ ઈટાલીયાનો બહિષ્કાર કરવો જોઈએ.