Dahod: મનરેગા કૌભાંડ બાદ અમિત ચાવડાનો વધુ એક ખુલાસો

Dahod

Dahod MNREGA Scam બાદ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ગુજરાતમાં MNREGA (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના) સહિતની યોજનાઓમાં 10 હજાર કરોડ રૂપિયાના કૌભાંડનો આક્ષેપ લગાવ્યો છે. તેમણે રાજ્ય સરકાર પર ભ્રષ્ટાચારની સિસ્ટમ ઊભી થઈ હોવાનો આરોપ મૂકીને આ મામલે CBI તપાસની માંગ કરી છે. Amit Chavda એ ભાજપના નેતાઓ અને તેમની નજીકની એજન્સીઓ પર પણ સંડોવણીનો આરોપ લગાવ્યો છે.

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આક્ષેપો મૂકતા જણાવ્યું કે, જાંબુઘોડા પંથકમાં ચાર એજન્સીઓએ ચાર વર્ષમાં 200 કરોડ રૂપિયાના કામ દર્શાવ્યા છે, પરંતુ સ્થળ પર કોઈ કામ થયું નથી. તેમણે દાવો કર્યો કે બે દિવસમાં બે મજૂરે કૂવો બનાવી દીધો અને એક વ્યક્તિએ માટી-મેટલનો રસ્તો બનાવ્યો હોવાનું દર્શાવાયું છે. ઉપરાંત, મજૂરોને 60% મજૂરીના બદલે માત્ર 22% રકમ ચૂકવાઈ છે, જ્યારે બાકીની 78% રકમ મટીરિયલ ખર્ચ તરીકે બતાવી દેવાઈ છે.

 આ પણ વાંચો – Visavadar: આપ અને કોંગ્રેસની મીલીભગત! વાયરલ વીડિયો પર ખુલાસો

Scroll to Top