Visavadar: BJP ઉમેદવાર કિરીટ પટેલ આવ્યા વિવાદમાં!

Visavadar Kirit Patel

વિસાવદર વિધાનસભાની ચૂંટણીને લઈને હવે મામલો મેદાને છે. આમ આદમી પાર્ટીએ પહેલા Kirit Patel ની સામે એક વાંધો ઉઠાવ્યો હતો કે કિરીટ પટેલે જાણી જોઈને કેટલીક વિગતો ચૂંટણીના ફોર્મની અંદર છુપાવી છે. જો કે ત્યારબાદ કિરીટ પટેલે આખી આ વાતનો ખુલાસો કર્યો કે મેં અત્યાર સુધીની અંદર એટલે કે જૂનાગઢ જિલ્લાના પ્રમુખ તરીકે 10 વર્ષ સુધીમાં અનેક ચૂંટણી ફોર્મ ભરાવ્યા. મને ખબર છે કે કઈ વિગત ભરવાની છે અને કઈ નથી ભરવાની જો કે મામલો શાંત પડ્યો હતો.

પરંતુ હવે જૂનાગઢના વિસાવદરની પેટા ચૂંટણીમાં ફરી એકવાર મુદ્દો એ ફરી ચર્ચાઈ રહ્યો છે. કિરીટ પટેલની એ ફોર્ચ્યુનર કાર ક્યાં જે 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં દર્શાવેલી ફોર્ચ્યુનર કાર જે હજુ પણ કિરીટ પટેલના નામે રજિસ્ટર છે. કાર કેમ ચૂંટણી પંચના ફોર્મમાં ન દર્શાવી. આવી ભૂલ એ અન્ય કોઈ ઉમેદવારે કરી હોત તો તેનું ફોર્મ કેન્સલ પણ થાત આવી ચર્ચા વિસાવદરમાં લોક મુખી અત્યારે ચાલી રહી છે. પ્રતિષ્ઠિત અખબારોમાં પણ આ વિગતો આવી ચૂકી છે.

આ પણ વાંચો – Visavadar: ગોપાલ ઈટાલિયાની સભામાં આખું ગામ ઉમટી પડયું!

આ પણ વાંચો – Gopal Italia: જાણો કેટલી છે AAP ના ઉમેદવારની સંપત્તિ

ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે ચૂંટણી પંચને આપેલી માહિતી ખોટી હોવાની વિગત એ બહાર આવી છે. તેમની પાસે લક્ઝરી કાર હોવા છતાં સોગંધનામામાં જાહેર કર્યું નથી. કડક કાર્યવાહીના દાવા કરતું ચૂંટણી તંત્રએ ભાજપના ઉમેદવારે છુપાવેલી વિગતો અંગે શું કાર્યવાહી કરશે તેને લઈને ચર્ચાઓ એ શરૂ થઈ ગઈ છે. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ વધુ એક વિવાદમાં ફસાયા છે.

હકીકતે GJ 18 BG 1602 નંબરની ફોર્ચ્યુનર કાર આજની તારીખે પણ RTO માં કિરીટ બાલુભાઈ પટેલના નામે બોલે છે. આ કાર 01 મે, 2017 ના રોજ ખરીદવામાં આવી હોવાનો RTO માં ઉલ્લેખ છે. માલિકના મોબાઈલ નંબરમાં પણ કિરીટ પટેલના નંબરનો ઉલ્લેખ છે. વર્ષ 2017 માં કિરીટ પટેલે વિસાવદર બેઠકથી ઉમેદવારી કરી, ત્યારે આ કાર દર્શાવી હતી. પરંતુ આ વખતે ઉમેદવારી પત્રમાં કોઈ કારણસર કારની વિગત જાહેર નહીં કરી છુપાવવામાં આવી છે. જે ચૂંટણી પંચના નિયમ મુજબ ગેરવ્યાજબી ગણાય છે.

Scroll to Top