કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજા જાડેજાના પત્ની Hiralba Jadeja ની મુશ્કેલીમાં વધારો થયો છે. હિરલબા જાડેજા અત્યારે જેલમાં બંધ છે, અને આ સમગ્ર ઘટનામાં એક નવો વળાંક સામે આવ્યો છે. હિરલબા જાડેજા અપહરણ અને ખંડણી કેસ મામલે પોરબંદર જિલ્લા પોલીસે એક પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી. Cyber Crime પોલીસ સ્ટેશનમાં બેન્કના એકાઉન્ટની તપાસ ચાલતી હતી. હવે આ સમગ્ર મામલે હિરલબા જાડેજા અને તેમના 5 સાગરિતો વિરૂદ્ધ સાયબર ક્રાઇમમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Hiralba Jadeja ઉપર ફરિયાદ દાખલ થાય છે ત્યારે જે પોલીસ તપાસમાં સામે આવ્યું કે 10 થી વધુ રાજ્યમાં સાયબર ફ્રોડની રકમ, જૂનાગઢના 22 જેટલા બેંક ખાતાઓની અંદર જમા થતી હતી. આ સંદર્ભે પોલીસે ફરિયાદ પણ નોંધી તેની તજવીજ પણ કરી. Hiralba Jadeja ઉપર આ ત્રીજી પોલીસ ફરિયાદ દાખલ થઈ અને સાયબર ફ્રોડના મુખ્ય આરોપી તરીકે હવે હિરલબા જાડેજાના પોરબંદર કોર્ટની અંદર જામીન પણ ના મંજૂર થયા. 20 જેટલા એકાઉન્ટની અંદર જે અલગ અલગ રકમો જમા થતી હતી, તેમાંથી સામે આવ્યું કે 20 કરોડ કરતાં પણ વધારેનું આની અંદર કૌભાંડ અને ભ્રષ્ટાચાર કર્યો છે. GST નું કૌભાંડ એટલું મોટું હોવાથી હિરલબાના જામીન પણ ના મંજૂર થયા.