Ram Mokariya: વેપારી પાસેથી 25,000 રૂપિયા લાંચ માંગી!

Ram Mokariya
  • સાંસદ રામ મોકરિયાની લાંચિયા અધિકારી સામે મોટી કાર્યવાહી
  • એક સરકારી ખાતાના અધિકારીએ ગેરરિતી સબબ માગી હતી લાંચ
  • વેપારી પાસેથી 25,000 રૂપિયા લાંચ માંગી હતી
  • વેપારીએ રામ મોકરિયાને રજૂઆત કરતા 10 મિનિટમાં રૂપિયા પરત આપ્યા
  • જો કે રામ મોકરિયાએ લાંચ કોને માંગી હતી તેની નથી કરી સ્પષ્ટતા

સાંસદ Ram Mokariya એ લાંચિયા અધિકારી સામે મોટી કાર્યવાહી કરી હતી. એક સરકારી ખાતાના અધિકારીએ ગેરરીતિ સબબ લાંચ માગી હતી. અધિકારીએ વેપારી પાસેથી 25,000 રૂપિયા લાંચ માંગી હતી. વેપારીએ રામ મોકરિયાને રજૂઆત કરતા 10 મિનિટમાં રૂપિયા અધિકારીએ પરત આપ્યા હતા. જો કે રામ મોકરિયાએ લાંચ કોને માંગી હતી તેની સ્પષ્ટતા નથી કરી.


એક સરકારી વિભાગના અધિકારીએ વેપારી પાસેથી રૂ. 25,000 લાંચની માંગણી કરી હતી, તેવો ગંભીર આરોપ સામે આવ્યો છે. વેપારીએ મામલો સીધો સાંસદ Ram Mokariya ને રજૂ કર્યો બાદ, માત્ર 10 મિનિટમાં ઉકેલ આવી ગયો અને માંગવામાં આવેલા લાંચના રૂપિયા પણ પરત કરવામાં આવ્યા. આ સમગ્ર ઘટના અંગે સાંસદ રામ મોકરીયાએ સત્તાવાર રીતે પ્રેસ રિલીઝ જારી કરી હતી. જો કે, તેમણે એ અધિકારીનું નામ કે કયા વિભાગના હતા તે અંગે સ્પષ્ટતા ન હતી કરી. જોકે, ઘટનાને લઈને તોલમાપ વિભાગના અધિકારી બંસીલાલ ચૌહાણનું નામ સામે આવ્યું છે. તેઓ રામભાઈ મોકરીયાને મળવા માટે આવ્યા હતા, પરંતુ ત્યાં મિડીયા હાજર હોવાનું જાણી તેઓ સ્થળ પરથી ભાગી નિકળ્યા હતા.

આ પણ વાંચો – Palanpur: આરોપીની બનાસકાંઠા પોલીસને ઓપન ચેલેન્જ!

જાણવા મળ્યું છે કે Bansilal Chauhan એ Ram Mokariya ને પોતાના વ્યવહાર માટે “મારી ભૂલ થઈ ગઈ” એમ કહીને ક્ષમાયાચના કરી હતી. મિડીયાની ઉપસ્થિતિથી ગભરાઈને તેમને ઘટના સ્થળ છોડી દીધું હતું, જેના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે. આ ઘટના સરકારી વિભાગોની કામગીરી અને લાંચલીલા સામે કડક પગલાંની માંગ વધારતી બની છે. જો કે સાંસદ રામ મોકેરિયાની ઝડપભરી કાર્યવાહીએ સંકેત આપ્યો છે કે લોક પ્રતિનિધિ તરીકે તેઓ લોકોની સમસ્યાઓ સામે ગંભીરતાપૂર્વક ઉભા છે.

Scroll to Top