Corona Update: કોરોનાએ મચાવ્યો હાહાકાર, માસ્ક પહેરવા રહો તૈયાર!

Corona Update 2

Corona Update: દેશમાં ફરી એકવાર Corona Virus એ દસ્તક આપી છે. દેશના ઘણા રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 5 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં કોરોનાના કેસ પણ 4,000નો આંકડો વટાવી ગયા છે. Ministry of Health ના જણાવ્યા અનુસાર, હાલમાં કોરોનાના કુલ 4026 સક્રિય કેસ છે. આમાંથી સૌથી વધુ કેસ Kerala (1416)માં જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત, Maharashtra (494) બીજા સ્થાને છે અને Gujarat (397) કોરોનાના સક્રિય કેસ સાથે ત્રીજા સ્થાને છે. તે જ સમયે, દેશની રાજધાની દિલ્હી 393 સક્રિય કેસ સાથે ચોથા સ્થાને છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી 5 લોકોના મોત થયા છે. કેરળમાં 1, મહારાષ્ટ્રમાં 2, તમિલનાડુમાં 1 અને પશ્ચિમ બંગાળમાં 1 વ્યક્તિનું મોત થયું છે.

Corona Update

આ પણ વાંચો – IPL 2025 Closing Ceremony: શંકર મહાદેવનની દમદાર પરફોર્મન્સ, 3 વર્ષ બાદ નવો ચેમ્પિયન

ગુજરાતમાં કોરોનાએ ફરી હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં હાલ 397 કોરોનાના કુલ એક્ટિવ કેસ નોંધાયા છે. માત્ર અમદાવાદમાં જ કોરોનાના કુલ 197 એક્ટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાએ બે દર્દીનો ભોગ લીધો છે. 18 વર્ષીય સગર્ભાનું કોરોનાને કારણે મોત નિપજ્યું છે. LG હોસ્પિટલમાં અગાઉ 46 વર્ષીય મહિલાનું મોત થયું હતું. સિવિલમાં હાલ એક મહિનાની બાળકી સારવાર હેઠળ છે. અત્યારે 375 દર્દીઓ હોમ આઈસોલેશનમાં, 22 દર્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમદાવાદ શેહરમાં કોરોનાના નવા 50 કેસ નોંધાયા છે. જ્યારે 16 દર્દી ડિસ્ચાર્જ થયા છે. કોરોનાના એક્ટિવ કેસ મામલે ગુજરાત દેશમાં ચોથા નંબર પર છે. જોકે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને ટેસ્ટિંગ વધારાઈ છે.

Scroll to Top