Visavadar: કોંગ્રેસે કર્યો મોટો ખેલ, AAP ની ચિંતા વધી

Nitin Ranpariya
  • વિસાવદર પેટાચૂંટણીને લઇ સૌથી મોટા સમાચાર
  • કોંગ્રેસે જાહેર કર્યા પેટા ચૂંટણીના ઉમેદવાર
  • વિસાવદરમાં કોંગ્રેસે નીતિન રાણપરિયાનું નામ કર્યું જાહેર
  • વિસાવદરમાં ત્રિપાંખિયો જંગ
  • ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે સીધી ટક્કર

વિસાવદર બેઠકની પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે. Visavadar બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા હતા. કોંગ્રેસે Nitin Ranpariya ને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. નીતિન રાણપરિયા વિસાવદર યુથ Congress ના પ્રમુખ રહી ચૂક્યા છે. નીતિન રાણપરિયા જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. Visavadar બેઠક પર ભાજપે Kirit Patel અને આમ આદમી પાર્ટીએ Gopal Italia ને ટિકિટ આપી છે.

આ પણ વાંચો – Kirit Patel: હાઇવોલ્ટેડ ડ્રામા વચ્ચે BJP ના ઉમેદવારનું નામ જાહેર

 આ પણ વાંચો – Visavadar: સૌથી મોટી બબાલ, જુઓ કોના કેવા થયા હાલ

કડી, વિસાવદર પેટાચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. રવિવારે મોડીરાત્રે કડી બેઠક પર ભાજપ- કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા હતા. કડીથી કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને મેદાને ઉતાર્યા હતા તો ભાજપે રાજેન્દ્ર ચાવડાને ચૂંટણીના જંગમાં ઉતાર્યા હતા. વિસાવદરથી ભાજપે પૂર્વ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલને મેદાનમા ઉતાર્યા છે. 19 જૂને બંને વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન યોજાશે. 23 જૂને બંને વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે.

Scroll to Top