વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપે અંતે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. ભાજપે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને એક વખત વિસાવદર વિધાનસભા ચૂંટણી લડેલા પરંતુ તેમાં કોંગ્રેસના હર્ષદ રીબડીયા સામે હારનો સામનો કરી ચૂકેલા Kirit Patel ને બીજી વખત મેદાને ઉતાર્યા છે. આજે વિજય મુહૂર્તમાં જાહેર થયેલા ઉમેદવાર કિરીટ પટેલ વિધિવત રીતે તેમનું ઉમેદવારી પત્ર ભરશે. હાઈવોલ્ટેજ ડ્રામાની વચ્ચે જૂનાગઢ જિલ્લાની Visavadar વિધાનસભા બેઠક પર યોજાઈ રહેલી પેટા ચૂંટણી માટે ભાજપે બીજી વખત કિરીટ પટેલ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. જિલ્લા ભાજપના બે ટર્મ સુધી પ્રમુખ રહેલા કિરીટ પટેલ અગાઉ 2017 માં વિસાવદર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના Harshad Ribadiya સામે ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમાં કિરીટ પટેલનો પરાજય થયો હતો.
આ પણ વાંચો – Visavadar: સૌથી મોટી બબાલ, જુઓ કોના કેવા થયા હાલ
આ પણ વાંચો – Congress: કેજરીવાલ પર જીગ્નેશ મેવાણી લાલઘૂમ
સંયુક્ત જૂનાગઢ જિલ્લાના તાલાલા તાલુકાના રાતીધાર ગામના વતની કિરીટ પટેલ યુવા કાર્યકર તરીકે ભાજપમાં જોડાયા હતા. બે ટર્મ સુધી જૂનાગઢ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ પણ રહ્યા હતા. સામાન્ય કાર્યકર્તાથી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સુધીની સફર કરી. ત્યારબાદ કિરીટ પટેલ સંગઠનમાં ઉતરોતર પ્રગતિ કરતા રહ્યા. સહકારી ક્ષેત્રની સૌથી મોટી કહી શકાય તેવી APMC સહકારી બેંક સહિત જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે પણ કિરીટ પટેલે સંગઠનમાં કામ કર્યું છે. છેલ્લી બે ટર્મથી કિરીટ પટેલ જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે કામ કરી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાત વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ પણ યોજાઈ હતી. જેમાં 2017 ને બાદ કરતા ભાજપને સારી સફળતા 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં મળી હતી.