- વિસાવદર પેટાચૂંટણીને લઇ સૌથી મોટા સમાચાર
- કોંગ્રેસ આજે વિસાવદરમાં કરશે મોટો ખેલ
- NEWZ ROOM સૂત્રોએ કર્યો મોટો દાવો
- વિસાવદરમાં કોંગ્રેસ મહિલા ઉમેદવાર ઉતરી શકે મેદાને
Visavadar વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને હવે વારંવાર એ તખતો ગણાય રહ્યો છે. વારંવાર એ બદલાવ આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ જેમ પોતાના ઉમેદવાર પસંદગીની અંદર કેટલાક નામો એ વધુ ચર્ચાની અંદર આવ્યા એ જ રીતે કોંગ્રેસની અંદર પણ વધુ નામો ચર્ચામાં આવી રહ્યા છે. અત્યાર સુધી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ Congress પાસે છે એ ત્રણથી ચાર જેટલા પુરુષ ઉમેદવાર ચર્ચાની અંદર હતા. જો કે હવે આ તમામની વચ્ચે મહિલા ઉમેદવારે સૌથી વધુ રેસની અંદર આગળ છે. વિસાવદર બેઠક પર કોંગ્રેસે સ્વાભિમાન સંમેલન યોજી રહ્યું છે. સ્વાભિમાન સંમેલન બાદ જૂનાગઢની અંદર મોડી રાત્રે એક બેઠક મળવાની છે. કોંગ્રેસે આજે વિસાવદરની અંદર મોટો ખેલ કરશે. ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે પોતાના ઉમેદવારના પસંદગીની અંદર જે બદલાવ લાવ્યા છે કે જેમાં નવા ત્રણ નામોની ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. એ જ રીતે કોંગ્રેસના ઉમેદવાર અંગે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
કોંગ્રેસના ઉમેદવારની અંદર મહિલાઓના બે નામ ઉમેરાયા હોવાનો અમારા સૂત્રોનો દાવો છે. NEWZ ROOM ના સૂત્રો દ્વારા સૌથી મોટો દાવો કરવામાં આવ્યો છે. વિસાવતરમાં કોંગ્રેસ મહિલા ઉમેદવારને મેદાને ઉતારી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ લાગી રહી છે. એક તરફ ગોપાલ ઈટાલિયા કે જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે .તેની સામે કોંગ્રેસમાંથી સ્થાનિક મહિલા નેતા Chandrika Vadodariya છે તે અત્યારે રેસની અંદર સૌથી આગળ ચાલી રહ્યા છે. ચંદ્રિકાબેન વડોદરિયા કે જે કર્સન વાડોદરિયાના ધર્મપત્ની છે. કર્સન વાડોદરિયા વર્ષ 2022 માં વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે અને તેમનું નામ એ સૌથી આગળ ચાલી રહ્યું છે. સાથે જ મહિલા ઉમેદવાર તરીકે Jenny Thummar નું નામ પણ અત્યારે ખૂબ ચર્ચાઈ રહ્યું છે. તેઓ પાટીદાર સમાજના યુવા મહિલા નેતા છે. મહિલા આગેવાન તરીકે તેઓ અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ખૂબ ચર્ચામાં આવ્યા છે. અને ખાસ પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીનો કેસ સામે આવ્યો ત્યારથી તેઓ ખૂબ ચર્ચામાં આવ્યા છે.
આ પણ વાંચો – Visavadar: BJP નું મોટું ગેમ્બલ! રમેશ ધડુક કે પ્રશાંત કોરાટ?