Hiralba Jadeja: પોરબંદર બાદ Junagadh પોલીસની મોટી કાર્યવાહી

Hiralba Jadeja

પોરબંદરની અંદર Hiralba Jadeja ની સામે અપહરણ અને ખંડણીના ગુનાની અંદર એક ફરિયાદ દાખલ થઈ હતી. જો કે ફરિયાદ બાદ હિરલબા જાડેજાની સામે વધુ એક ફરિયાદ દાખલ થઈ હતી. ફરિયાદ હતી સાયબર ફ્રોડને લઈને હિરલબા જાડેજાની સામે Cyber Fraud ની અંદર એ તપાસની અંદર ચાર થી પાંચ જેટલા રાજ્યોની અંદર જે સાયબર ફ્રોડ થયું હતું એના રૂપિયા એ પોરબંદરના બેન્ક એકાઉન્ટની અંદર આવ્યા હતા. અને એ બેંક એકાઉન્ટના સરનામા હિરલબા જાડેજાના નામે હતા. આખા આ કેસની અંદર તપાસની અંદર એવું ખુલ્યું હતું કે જે વ્યક્તિઓના નામે બેંક એકાઉન્ટ હતા એમાંથી કોઈ પણ વ્યક્તિને ખ્યાલ પણ ન હતું કે તેમના ખાતાની અંદર આવનાર રૂપિયા એ સાયબર ફ્રોડના છે. તેમને એક મંડળી ચાલુ કરવાનું કહીને તેમના નામે આ બેંક એકાઉન્ટ ખોલાયા હતા. જો કે હવે આ કેસની અંદર એક નવો વળાંક આવ્યો છે. Porbandar બાદ Junagadh ના એ 22 જેટલા બેન્ક એકાઉન્ટની અંદર એક ફરિયાદ નોંધાઈ છે.

આજે બેંક એકાઉન્ટની અંદર સાયબર ફ્રોડના રૂપિયા આવ્યા આવ્યા છે એ કેસની અંદર કનેક્શન એ સીધું જ હિરલબા જાડેજાની સાથે આવ્યું છે. જો કે આ કેસની અંદર પોરબંદરથી આખું આ કનેક્શન જૂનાગઢ જ્યારે આવ્યું ત્યારે જૂનાગઢની અંદર તપાસ કરતા અલગ અલગ રાજ્યોની અંદર થયેલી એ સાયબર ફ્રોડની જે આખી ફરિયાદ હતી એ ફરિયાદના ગુનાની અંદર રૂપિયાએ જૂનાગઢના બેંક એકાઉન્ટની અંદર ટ્રાન્સફર થયા હતા. અને જૂનાગઢથી એ બેંક એકાઉન્ટના એ જે રૂપિયા હતા એ સીધા જ હિરલબાઈ જાડેજા પાસે કઈ રીતે પહોંચ્યા હતા એની આખી ઘટનામાં વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. હવે આ કેસની અંદર જો વાત કરવામાં આવે તો કુલ એ 22 બેંક ખાતાની અંદર 83 જેટલી સાયબર ફ્રોડ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં બિહાર, હરિયાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ગુજરાત, કર્ણાટક, પંજાબ, રાજસ્થાન સહિત ગોવા અને જમ્મુ કશ્મીર આ તમામ એ રાજ્યોની અંદર ફરિયાદ દાખલ થઈ હતી. અને એ સાયબર ફ્રોડની ફરિયાદનું કનેક્શન ગુજરાતમાં ખુલ્યું છે.

 આ પણ વાંચો – Hiralba Jadeja: સાયબર ફ્રોડ ગેંગના માસ્ટરમાઈન્ડ!

Scroll to Top