Visavadar: BJP નું મોટું ગેમ્બલ! રમેશ ધડુક કે પ્રશાંત કોરાટ?

Visavadar

Visavadar ની અંદર ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત થઈ ત્યારથી ભારતીય જનતા પાર્ટી મૂંઝવણમાં છે કે હવે ગોપાલ ઇટાલિયાની સામે કોને મેદાને ઉતારે. ગોપાલ ઇટાલિયાનો વિસાવદરની અંદર એક તરફી જોવા મળી રહ્યો છે. ગઈ કાલે જ્યારે ઇટાલિયાએ પોતાનું નામાંકન પત્ર ભરવા ગયા હતા. ત્યારે પણ વિસાવદરના મોટા ભાગના લોકો એ ઇટાલિયાની રેલીની અંદર જોવા મળ્યા હતા.. જો કે હવે સૌથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે.

વિસાવદરની અંદર એક તરફ જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી એ હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણીના નામની ચર્ચાઓ કરતી હતી. જો કે ચર્ચાની વચ્ચે કિરીટ પટેલનું નામ આવ્યું અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીની અંદરના સૌથી મોટા સમાચાર એ અત્યારે સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના અંદર કિરીટ પટેલની સાથે કેટલાક નામોને લઈને સૌથી મોટા સમાચાર ન્યુઝરૂમના સૂત્રોએ અત્યારે વિસાવદરના લઈને વધુ કેટલાક નામોને લઈને દાવો કર્યો છે.

આ પણ વાંચો – Visavadar: ગોપાલ ઈટાલિયા આક્રમક, કેજરીવાલનું મોટું નિવેદન

વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટીએ મોટા ગેમ્બલની અંદર મોડની અંદર લાગી રહ્યું છે. મોટા બદલાવ મોટા પરિવર્તન કરવાની તૈયારી ચાલી રહી છે. વિસાવદર બેઠક પર ભૂપત ભાયાણીની ટિકિટ એ લગભગ કપાવવા માટે નક્કી નામ માનવામાં આવી રહ્યું છે. હવે વિસાવદરની અંદર ભૂપત ભાયાણી નહી લડે. હાલ ભૂપત ભાયાણીની જીતના દાવેદાર ન હોવાના કારણે ભારતીય જનતા પાર્ટીએ કદાચ તેમને ટિકિટ આપવાના મૂડમાં નથી. હાલ રીબડિયા એ હોટ ફેવરેટ વિસાવદર બેઠક પરથી માનવામાં આવી રહ્યા છે. એટલે કદાચ હર્ષદ રીબડિયાએ ટોપ પર હતા. જો કે ગત 24 કલાકની અંદર હર્ષદ રીબડિયા જે છે તેમની સાઈડ કાપીને જૂનાગઢ જિલ્લાના સહકારી આગેવાન કિરીટ પટેલ એ ચર્ચામાં આવ્યા હતા.

આ પણ વાંચો – MNREGA Scam: મનરેગા કૌભાંડમાં વધુ એક ફરિયાદ નોંધાઈ

ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી 24 કલાકની અંદર બિન વિવાદાસ્પદ નામોની વિચારણાએ શરૂ કરી છે. જેમાં પોરબંદરનાના પૂર્વ સાંસદ Ramesh Dhaduk નું નામ ચર્ચામાં આવ્યું છે. રમેશ ધડુકની વિસાવદરના રાજકારણની અંદર એન્ટ્રી થતા અત્યારે ખળભળાટ મચ્યો છે. જો કે બિન વિવાદાસ્પદ અને સર્વસ્વીકૃત ચહેરો એ રમેશ ધડૂક બની શકે છે. સાથે જ વિસાવદરની આ પેટા ચૂંટણીની અંદર ગોપાલ ઈટાલિયા કે આપ કંઈ પણ નેગેટિવ ન બોલી શકે એવો ચહેરો એ રમેશ ધડૂકનો માની શકાય. અને સાથે વધુ એક ચહેરો સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાના નાના પુત્ર Lalit Radadiya અને Prashant Korat ના નામ પણ ચર્ચાઈ રહ્યા છે.

જો Gopal Italia ની સામે યુવા ઉમેદવાર ઉતારવામાં નક્કી માનવામાં આવે તો લલિત રાદડિયા અને સાથે પ્રશાંત કોરાટનું પણ નામ ચર્ચામાં છે. અને સાથે જ ભારતીય જનતા પાર્ટી એવું વિચારે કે અહીંયા કોઈ ભારતીય જનતા પાર્ટીના સીનિયર નેતાને મેદાન ઉતારવા છે તો કદાચ આ બેઠક પરથી રમેશ ધડૂકનું નામ એ ખૂબ અત્યારે આગળ ચાલી રહ્યું છે.

Scroll to Top