Bhavnagar: 7 વર્ષ જૂની હત્યાનો લીધો બદલો

Bhavnagar

સાત વર્ષ બાદ Bhavnagar શહેરમાં હત્યાનું વેર વાળીને મહિલા પોલીસ કર્મચારીના દીકરા Keval Ahir ની ધોળા દિવસે કરપીણ હત્યા કરવામાં આવી છે. આ બનાવના ત્રીજા દિવસે બી ડિવિઝન Bhavnagar Police દ્વારા હત્યામાં સામેલ ત્રણેય આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરીને પોલીસે હત્યાની માહિતી મેળવી હતી. બનાવના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જતા પોલીસે દોરડા વડે વિસ્તારને કોર્ડન કરવો પડ્યો હતો. ત્યાર બાદ હત્યા કરનાર અર્જુન સાટીયા, ભરત સાટીયા અને ભાર્ગવ સાટીયાનું બનાવ સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.


ભાવનગર શહેરના શિવાજી સર્કલ નજીક આવેલ પંચવટી ચોક પાસે ત્રણ દિવસ અગાઉ ત્રણ શખ્સોએ જાહેરમાં પોલીસ પુત્ર કેવલ આહિર નામના યુવકની ગળું કાપી ઘાતકી હત્યા કરી ફરાર થઇ જતાં શહેર ભારે ચકચાર મચી હતી. જે બાદ માલધારી સોસાયટીમાં રહેતા ત્રણેય આરોપીઓ ફરાર થયા બાદ 48 કલાકે ઘોઘારોડ પોલીસ સમક્ષ નાટકીય ઢબે હાજર થતાં પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી. અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો – Patan માં દલિત સમાજના આધેડને સ્ત્રીના કપડાં પહેરાવી હત્યાના આરોપી પકડાયા ને થયો ખુલાસો

આ પણ વાંચો – Gondal: જર, જમીન ને જોરુ એ ત્રણે કજિયાનાં છોરું

શહેરના ઘોઘારોડ પોલીસ મથકના પંચવટી ચોક નજીક ત્રણ દિવસ અગાઉ પોલીસ પુત્ર કેવલ આહિર પોતાની બલેનો કાર સર્વિસમાંથી લેવા ગયા હતા. જે વેળાએ સાતેક વર્ષ અગાઉ થયેલ હત્યાનો બદલો લેવા આવેલા અર્જુન લક્ષ્મણભાઇ સાટીયા, ભરત ખીમાભાઇ સાટીયા અને ભાર્ગવ ઉર્ફે ભરત પાતાભાઇ સાટીયાએ એક સંપ કરી કેવલભાઇ આહિરનું છરીના ઘા ઝીંકી, ગળુ કાપી ઘાતકી હત્યા કરી હતી. આ તમામ આરોપીઓનું પોલીસે આજે ચુસ્ત બંદોબસ્ત સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને સમગ્ર ઘટના અંગે જાણકારી મેળવી હતી.

Scroll to Top