રાજ્યમાં દોહાદ બાદ વિવિધ આદિવાસી વિસ્તારમાં થયેલા MNREGA Scam માં મોટી કાર્યવાહી થઈ છે. ત્રણ દિવસ પહેલાં Bharuch અને Narmada જિલ્લામાં મનરેગાના કામોમાં કોન્ટ્રેક્ટ એજન્સીઓએ કરેલા કૌભાંડનું ચૈતર વસાવા પર્દાફાશ કર્યો હતો. હવે આ કૌભાંડમાં ખુદ સરકારી અધિકારી ફરિયાદી બન્યા છે. ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં વેરાવળની બે કોન્ટ્રેક્ટ એજન્સીના નામ છે.
ભરૂચ ખાતે મદદનીશ પ્રાયોજના અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રતિક ઉદેસિંહ ચૌધરીએ મનરેગા યોજનામાં આમોદ, જંબુસર, હાંસોટમાં કરોડોનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ નોંધાઇ છે. જેમાં જલારામ એન્ટરપ્રાઈઝ એજન્સી, મુરલીધર એન્ટરપ્રાઈઝ અને કરાર આધારિત આઉટસોર્સ કર્મચારી સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં ભ્રષ્ટાચાર કરવા માટે 60- 40નો રેશિયો તોડીને મટીરિયલની ખરીદી કરવામાં આવી છે. સરકારી SOP અને ક્રાઇટ એરિયા મુજબ કામ થયું અને કામ પૈસા ચૂકવી દેવાની વાત કરવામાં આવી છે. વધારે મટિરિયલ બતાવીને તેના ખોટા બિલ બનાવવામાં આવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અંગે Chaitar Vasava એ પણ પ્રતિક્રિયા આપી છે.
આ પણ વાંચો – Chaitar Vasava: Hira Jotva ની અજેન્સીનો કર્યો પર્દાફાશ
આ પણ વાંચો – Dahod: મંત્રી પુત્ર જામીન ઉપર છૂટ્યા, તરત પોલીસે કરી ધરપકડ
ભરૂચ જિલ્લાના આમોદ, જંબુસર અને હાસોટમાં તાલુકાનાં વિવિધ ગામડાંમાં પીયૂષ નુકાણીની એજન્સી Shri Jalaram Enterprise અને જોધાભાઈ સભાડની એજન્સી Shri Murlidhar Enterprise ને કોન્ટ્રેક્ટ મળ્યો હતો. એ મુજબ મનરેગા યોજના હેઠળનાં વિકાસકામોમાં આ એજન્સીઓએ માલ-સામાન પહોંચાડવાનો હતો. પરંતુ આ બંને એજન્સીએ માલ-સામાન પહોંચાડ્યા વગર જ કરોડો રૂપિયાનાં બિલ પાસ કરાવી લીધાં હતાં. પોલીસ ફરિયાદ પ્રમાણે આ એજન્સીઓએ 56 ગામમાં 7 કરોડ 30 લાખનું કૌભાંડ કર્યાનો આરોપ છે, જેની તપાસ થશે. મુરલી એન્ટરપ્રાઇઝને 13,05,676 તથા જલારામ એન્ટરપ્રાઇઝને 6,58,898 એમ કુલ 19,64, 574 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. તેમજ ભરૂચ જિલ્લાના 56 ગામોમાં અંદાજે 7 કરોડ 30 લાખની નાણાકીય ગેરરિતિ આચરવામાં આવી છે.