Amit Khunt: અનિરુદ્ધસિંહ સહિતના આરોપીને પકડવા પોલીસ એક્શનમાં

Amit Khunt

ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી સતત ગોંડલ ચર્ચાની અંદર છે. ગોંડલ એ પહેલા રાજકુમાર જાટના કેસની અંદર ચર્ચામાં આવ્યું. ત્યારબાદ પાટીદાર સમાજના આગેવાનોએ ગોંડલ મુલાકાતને લઈને ચર્ચામાં આવ્યું. હવે ગોંડલ ચર્ચામાં છે Amit Khunt કેસ. અમિત ખૂંટના કેસના પ્રકરણની અંદર અત્યાર સુધી બે એ મહિલાઓની ધરપકડ થઈ છે જેમાં એક સગીરા છે. અને આ ઘટનાની અંદર યુવતી પૂજા રાજગોર કે જેને સગીરા અને મિસ્ટર એક્સ સાથે સંપર્ક કરાવ્યો. આ કેસની અંદર બે એડવોકેટ દિનેશ પાતર અને સંજય પટનીતની પણ અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ એ બંનેને જામીન પર છોડવામાં આવ્યા. હવે આ કેસની અંદર મિસ્ટર એક્સ કે જે રહીમ મકરાણી છે કે જેનું નામ એ રાજકોટ પોલીસે જાહેર કર્યું. પરંતુ રાજકોટ પોલીસની ટીમે તેના સુધી ન પહોંચી શક્યું. હવે Rajkot Rural Police એ તમામ આરોપીઓને ઝડપી લેવા માટે લુકઆઉટ નોટિસ બહાર પાડી છે. ગોંડલની અંદર દુશ્મનવાટ એ સમવાનું નામ નથી લેતી. કોઈક દિવસ Jayrajsinh Jadeja તો કોઈક દિવસ Aniruddhsinh Ribda એકબીજાનો હિસાબ પતાવવા માટે મેદાનમાં ફરતા હોય છે.

ઘટનાઓ એવી ઘટે છે કે જયરાજસિંહ જાડેજાના ટેકેદાર અમિત ખૂંટ સામે એક યુવતીએ આવી રાજકોટ પોલીસમાં ફરિયાદ આપે છે, કે મારી સાથે અમિત ખૂટે દુષ્કર્મ આચર્યું છે. આ ઘટનાના બે દિવસ પછી એટલે અમિત ખૂંટે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. એને જીવન ટૂંકાવતા પહેલા જ્યારે તેને અંતિમ ચિઠ્ઠી લખી હતી. તેમાં અમિત ખૂંટનો એવો આરોપ હતો કે મને ફસાવવામાં આવ્યો છે. મારી સાથે હની ટ્રેપ કરવામાં આવી છે. અને જેની પાછળ અનિરુદ્ધસિંહ રીબડા, Rajdeepsinh Ribda બંને સામેલ છે.


 આ પણ વાંચો – Jigisha Patel: નરેશ પટેલ વિરુદ્ધ રચ્યું ષડયંત્ર?

આ પણ વાંચો – Bhavnagar Police: ત્રણ દિવસ ગોંધી રાખી ઢોર માર માર્યો

Scroll to Top