ગુજરાતના રાજકારણમાં ફરી એક વાર હલચલ મચાવતી ખબર સામે આવી છે. ગુજસીટોક હેઠળ આરોપી Nikhil Donga સામે જામીન રદ્દ કરવાની અરજી રાજકોટ ગ્રામ્ય SP દ્વારા કરવામાં આવી છે. આ કાર્યવાહીથી રાજકોટ જિલ્લાના રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. રાજકોટ ગ્રામ્ય પોલીસના જણાવ્યા મુજબ, હાલમાં ચાલી રહેલી તપાસમાં નિખિલ દોંગા મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યો છે. પોલીસના અનુસાર, તેણે સામેલ અન્ય આરોપી Banni Gajera ને આર્થિક સહાય પહોંચાડી હોવાનું ખુલ્યું છે. આર્થિક મદદ દ્વારા દોંગાએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપ્યું હોવાના પુરાવા પણ પોલીસે રજૂ કર્યા છે.
પોલીસ દ્વારા બનાવવામાં આવેલી રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, નિખિલ દોંગા સામે GUJCTOC હેઠળ ચાલી રહેલી કાર્યવાહી ગંભીર છે અને જામીન પર રહેવા દેવાથી તપાસમાં બાધા પહોંચે તેવી શક્યતા છે. એટલે પોલીસ દ્વારા કોર્ટમાં તેના જામીન રદ્દ કરવાની વિનંતી સાથે અરજી કરવામાં આવી છે. નિખિલ દોંગાનું નામ અગાઉ પણ વિવાદોમાં આવ્યું છે, પરંતુ આ વખતે ગુનાહિત કૃત્યોમાં સીધી સંડોવણી હોવાના દાવાઓ સાથે સમગ્ર ઘટનાએ નવું વળાંક લીધું છે. ગુજરાતના રાજકીય વર્તુળોમાં અને ખાસ કરીને ગોંડલ ક્ષેત્રમાં આ ઘટનાને લઈને ચર્ચાઓ ગરમાઈ ગઈ છે.
આ પણ વાંચો – Amreli – દિલીપ સંઘાણી લાલઘૂમ, અમરેલી SPને સંઘાણીની ધમકી ! જૂઓ Video
આ પણ વાંચો – Patan માં દલિત સમાજના આધેડને સ્ત્રીના કપડાં પહેરાવી હત્યાના આરોપી પકડાયા ને થયો ખુલાસો
Rajkot Rural Police દ્વારા જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તપાસ સચોટ રીતે આગળ વધી રહી છે અને તમામ સંબંધિત લોકો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે. આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.