Kadi વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપના સંભવિત ઉમેદવારોમાં અનેક નામો ચર્ચાઈ રહ્યા છે. આ બેઠક અનામત (SC) કેટેગરીમાં આવે છે અને પૂર્વ ધારાસભ્ય કરશનભાઈ સોલંકીના અવસાન બાદ આ બેઠક ખાલી પડી છે.
ભાજપના સંભવિત ઉમેદવારોની વાત કરીએ તો,
- Kajal Maheriya: પ્રખ્યાત લોકગાયિકા કાજલ મહેરિયાએ કડી બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા જાહેર કરી છે. તેઓએ જણાવ્યું હતું કે તેઓ વધુ સારી રીતે લોકોની સેવા કરવા માંગે છે. તેમનું નામ ભાજપની આંતરિક ચર્ચામાં ફેવરિટ તરીકે ઉભરી રહ્યું છે .
- હિતેશ મકવાણા: ગાંધીનગર મહાનગરપાલિકાના પૂર્વ મેયર હિતેશ મકવાણા પણ દાવેદાર તરીકે ચર્ચામાં છે. તેઓના પિતા પુનમ મકવાણા, પૂર્વ સંસદીય સચિવ અને ધારાસભ્ય, પણ ટિકિટ માટે દાવેદારી કરી રહ્યા છે .
- Hitu Kanodia: ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા અને પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયાનું નામ પણ સંભવિત ઉમેદવાર તરીકે ચર્ચાઈ રહ્યું છે.
- સુરેશ પરમાર: પૂર્વ ધારાસભ્યના પીએ તરીકે કાર્યરત રહેલા સુરેશ પરમારનું નામ પણ ચર્ચામાં છે.
- નરેશ ચાવડા: પ્રદેશ બેઠક સંયોજક તરીકે કાર્યરત નરેશ ચાવડા પણ સંભવિત ઉમેદવાર તરીકે ઉલ્લેખિત છે .
- રમેશ સોલંકી: અનુસૂચિત જાતિ આર્થિક વિકાસ નિગમના પૂર્વ ચેરમેન રમેશ સોલંકીનું નામ પણ ચર્ચામાં છે.
- પ્રહલાદ પરમાર: મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રહલાદ પરમાર પણ સંભવિત ઉમેદવાર તરીકે ચર્ચાઈ રહ્યા છે.
- જશીબેન પરમાર: જિલ્લા મહિલા મોરચાની આગેવાન જશીબેન પરમારનું નામ પણ સંભવિત ઉમેદવાર તરીકે ઉલ્લેખિત છે.
આ પણ વાંચો – One Nation One Election: કડી અને વિસાવદરની ચૂંટણી રદ્દ?
આ પણ વાંચો – Visavadar: પરેશ ધાનાણી અને હીરા જોટવાનો કોને કર્યો ઘેરાવ ?
ભાજપે કડી બેઠક માટે સુરેશ પટેલ અને દશરથજી ઠાકોરને પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, અને પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં અંતિમ ઉમેદવારના નામની જાહેરાત થવાની સંભાવના છે. કડી વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન 19 જૂન, 2025ના રોજ યોજાશે અને મતગણતરી 23 જૂને થશે.