Kadi: AAP નો ઉમેદવાર જાહેર, જાણો કોણ છે આ ઉમેદવાર?

Kadi

ચૂંટણી પંચ દ્વારા ગુજરાત, કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળમાં ખાલી બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા મુજબ Kadi અને Visavadar ની પેટાચૂંટણી આગામી મહિને યોજાશે. આગામી 19 જૂને વોટિંગ અને 23 જૂને પરિણામ જાહેર કરવામાં આવશે. ત્યારે Kadi વિધાનસભા પેટાચૂંટણી માટે Aam Aadmi Party એ ઉમેદવારની જાહેરાત કરી છે. કડીમાં આમ આદમી પાર્ટીએ Jagdish Chavda ને ટિકિટ આપી હતી. AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જગદીશ ચાવડાનું નામ જાહેર કર્યું હતું.


Isudan Gadhvi એ કહ્યું કે કડી, વિસાવદરમાં મજબૂતીથી લડીશું. કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે યુવા અને લડાયક શ્રી જગદીશ ચાવડાની પસંદગી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. વિસાવદર અને કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતીથી લડી રહ્યા છીએ અને જનતા અમને જીતાડશે તેનો અમને પૂરો વિશ્વાસ છે. AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ દાવો કર્યો હતો કે કડી અને વિસાવદર આમ આદમી પાર્ટી મજબૂતીથી લડશે અને જીતશે. કડી અને વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ડંકો વાગશે. જનતા આપ સાથે, બીજા પક્ષોને જાકારો આપશે.

Kadi Assembly Seat

કડી વિધાનસભા બેઠક પર ભાજપમાંથી હિતુ કનોડિયા પ્રબળ દાવેદાર છે. આ ઉપરાંત રમેશ સોલંકી અને ઈશ્વર મકવાણાના નામ પણ પ્રબળ દાવેદારોમાં માનવામાં આવે છે. તો સાથે જ મણિલાલ વાઘેલા, પ્રહલાદ પરમાર પણ કડી બેઠક પર પેટાચૂંટણીમાં ભાજપ તરફથી ઉમેદવારીમાં પ્રબળ દાવેદારોની યાદીમાં સામેલ છે.

આ પણ વાંચો – Visavadar Assembly: વિસાવદરમાં જામશે જંગ, આ બેઠકનું જુઓ A to Z અપડેટ

આ પણ વાંચો – One Nation One Election: કડી અને વિસાવદરની ચૂંટણી રદ્દ?

કડી વિધાનસભા મતવિસ્તારમાં 376 નવા મતદારોનો વધારો થયો છે. આમાં 152 પુરુષ અને 224 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. કુલ મતદારોની સંખ્યા 2,89,746 થઈ છે. જેમાં 1,49,719 પુરુષ, 1,40,023 મહિલા અને 4 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે.

  • પાટીદાર: 31 ટકા
  • ઠાકોર: 30 ટકા
  • SC: 12.5 ટકા
  • મુસ્લિમ: 09 ટકા
  • રબારી: 04 ટકા
  • બ્રાહ્મણ: 02 ટકા
  • દરબાર: 04 ટકા
  • પ્રજાપતિ: 04 ટકા
  • રાવળ: 04 ટકા

 

Scroll to Top