દેશમાં One Nation One Election ની વાતો વચ્ચે ગુજરાતમાં ચૂંટણી પંચે Kadi અને Visavadar માં ચૂંટણી હાલ પૂરતી મુલતવી રાખી છે. વિસાવદર અને કડી વિધાનસભા વિસ્તારમાં આવતી ગ્રામ પંચાયતોની ચૂંટણીની નવી તારીખો આવનારા સમયમાં જાહેર કરવામાં આવશે. જોકે મોડી રાત્રે 10 વાગ્યે નિર્ણય જાહેર થવાથી અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે.
One Nation One Election: ગ્રામ પંચાયતની ચૂંટણી અંગેના આ સૌથી મહત્વના સમાચાર છે. કડી અને વિસાવદર વિધાનસભા મતવિસ્તારની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ સ્થગિત કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા ચૂંટણીઓને ધ્યાને રાખીને પંચાયતની ચૂંટણીઓને સ્થગિત કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે ચૂંટણી પંચના આ નિર્ણયનાં કારણે ગુજરાતમાં રાજકીય વાતાવરણ ડહોળાય તેવી શક્યતા છે. Aam Aadmi Party તથા Congress આ નિર્ણયનો વિરોધ પણ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, કડી તથા વિસાવદર વિધાનસભાઓ ખાલી પડતા ત્યાં પેટા ચૂંટણીની લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી. ગુજરાતની સૌથી નાટકીય બેઠક એવી વિસાવદર વિધાનસભા પર આમ આદમી પાર્ટી દ્વારા Gopal Italia ને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
કડી વિધાનસભા મત વિસ્તારમાં 103 Gram Panchayat Elections યોજાવાની હતી. જો કે ચૂંટણી પંચ દ્વારા મોડી રાત્રે આ ચૂંટણી રદ્દ કરી દેવામાં આવી હતી. તો બીજી તરફ ગુજરાતની સૌથી હાઇપ્રોફાઇલ વિધાનસભા બેઠકો પૈકીની એક વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં 75 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની હતી. જો કે તેને પણ ચૂંટણી કમિશ્નરે હાલ રદ્દ કરી દીધી છે. આગામી સમયમાં કડી તથા વિસાવદર વિધાનસભા ચૂંટણીઓની તારીખો જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી. ચૂંટણી પંચે જણાવ્યું કે, બંને વિધાનસભા મત વિસ્તારનો સ્ટાફ વિધાનસભાની પેટા ચૂંટણીમાં રોકાયેલો છે. તેવામાં પંચાયતોની ચૂંટણી કરાવવી શક્ય નથી. જેના કારણે વિધાનસભા અથવા તો ગ્રામ પંચાયતોની ચૂંટણી રદ્દ રાખવી પડે તેવી સ્થિતિ હતી. જો કે વિધાનસભા ચૂંટણી લાંબા સમયથી ખેંચાતી હોવાનાં કારણે ગ્રામ પંચાયતોની ચૂંટણી જ રદ્દ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો – Visavadar: પરેશ ધાનાણી અને હીરા જોટવાનો કોને કર્યો ઘેરાવ ?
આ પણ વાંચો – Visavadar Assembly: વિસાવદરમાં જામશે જંગ, આ બેઠકનું જુઓ A to Z અપડેટ