મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી એકનાથ શિંદેને મોટો ઝટકો આપ્યો છે. શિવસેના શિંદે જૂથના ઉપનેતા પૂર્વ ધારાસભ્ય બબનરાવ ઘોલપ ઉદ્ધવ ઠાકરેના જૂથમાં પરત ફર્યા છે. આ પ્રસંગે પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરે અને યુવા સેના પ્રમુખ આદિત્ય ઠાકરે હાજર હતા. ઠાકરેએ શિવબંધન રચીને શિવસેના ઠાકરે જૂથમાં ઘોલપનું સ્વાગત કર્યું હતું.લોકસભા ચૂંટણી દરમિયાન બબનરાવ ઘોલપે શિવસેના ઠાકરે જૂથમાંથી રાજીનામું આપી દીધું હતું અને શિંદે જૂથમાં જોડાયા હતા. પરંતુ બબનરાવ ઘોલપના પુત્ર યોગેશ ઘોલપને દેવલાલી વિધાનસભા ક્ષેત્રમાં શિવસેના ઠાકરે જૂથ તરફથી ઉમેદવાર બન્યો છે.
બબનરાવ ઘોલપ ઘરે પરત ફર્યા
ઉમેદવારની જાહેરાત થતાં જ બબનરાવ ઘોલપ ફરી એકવાર ઠાકરે જૂથમાં પરત ફર્યા છે. તેમના પિતા બબનરાવ ઘોલપ શિવસેના શિંદે જૂથમાં જોડાયા હોવા છતાં, યોગેશ ઘોલપ શિવસેના ઠાકરે જૂથમાં હતા. તેમને શિવસેના ઠાકરે જૂથ તરફથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, ત્યારબાદ બબનરાવ ઘોલપ ફરી એકવાર શિવસેના ઠાકરે જૂથમાં આવ્યા છે.
મહારાષ્ટ્રના લોકો ઈચ્છે છે કે, ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બને – સંજય રાઉત
સાંસદ સંજય રાઉતે મહાવિકાસ અઘાડીમાં સીટોની વહેંચણીના મુદ્દે કહ્યું કે, મહાવિકાસ અઘાડીએ MVA નામથી ઓળખાય છે. સીટ વહેંચણીની ખુંબ જ કાળજી પૃર્વક કરવામાં આવી છે.જે વિસ્તારમાં જે પાર્ટી મુજબુત હશે, ત્યા તે ચૂંટણી લડશે. MVAના મુખ્યમંત્રી પર સંજય રાઉતે કહ્યું કે, આ બાબત પર વધુ કહેવા માંગતો નથી. પરંતુ મહારાષ્ટ્રના લોકો ઈચ્છે છે કે, ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બને. જો કોંગ્રેસ પાસે કોઈ મુજબુત નેતા હોય તો તેમને નામ જાહેર કરવું જોઈએ. તો એ વાત ધ્યાને લેવામાં આવશે.
રાજકારણમાં બલિદાન માટે કોઈ જગ્યા નથી
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું કે, મહારાષ્ટ્ર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ સીટોની વહેંચણી નક્કી કરશે, પહેલા અમે ગઠબંધનમાં રહેવાનો પ્રયાસ કરીશું. પરંતુ મહાવિકાસ અઘાડી અમને ગઠબંધનમાં નહીં રાખે તો, અમે ચૂંટણી લડીશું. જ્યાં અમને મત મળશે ત્યાં કામ કરશું. અમે એવું બેઠક પર ચૂંટણી લડીશું જેનાથી ગઠબંધનને નુકસાન નહીં થાય પરંતુ રાજકારણમાં બલિદાન માટે કોઈ જગ્યા નથી.