Visavadar Assembly: વિસાવદરમાં જામશે જંગ, આ બેઠકનું જુઓ A to Z અપડેટ

Visavadar Assembly
Visavadar Assembly બેઠકનો રાજકીય ઇતિહાસ વિશિષ્ટ અને વિવિધ પક્ષોના ઉત્થાન અને પતન સાથે જોડાયેલો છે. Visavadar ગુજરાત રાજ્યના Junagadh જિલ્લામાં આવેલી વિધાનસભા બેઠક છે. આ બેઠક 1972થી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાગ લેતી આવી છે. સમયાંતરે વિવિધ રાજકીય પક્ષોએ અહીંથી જીત મેળવી છે.
અત્યારસુધીની ચૂંટણીના પરિણામ
  • 1972: કોંગ્રેસના રામજીભાઈ કારકર વિજેતા બન્યા
  • 1975: કિસાન મજૂર લોક પક્ષના કુરજી ભેસાણિયા વિજેતા બન્યા
  • 1980: જનતા પાર્ટીના ધીરજલાલ રિબાડિયા વિજેતા બન્યા
  • 1985: કોંગ્રેસના પોપટલાલ રામાણી વિજેતા બન્યા
  • 1990: જનતા દળના કુરજી ભેસાણિયા ફરીથી વિજેતા બન્યા
  • 1995: ભાજપના કેશુભાઈ પટેલ વિજેતા બન્યા
  • 1998: ભાજપના કેશુભાઈ પટેલ ફરીથી વિજેતા બન્યા
  • 2002: ભાજપના કાનુભાઈ ભાલાલા વિજેતા બન્યા
  • 2007: ભાજપના કાનુભાઈ ભાલાલા ફરીથી વિજેતા બન્યા
  • 2012: ગુજરાત પરિવર્તન પાર્ટીના કેશુભાઈ પટેલ વિજેતા બન્યા
  • 2014: (ઉપચૂંટણી)કોંગ્રેસના હરશદકુમાર રિબાડિયા વિજેતા બન્યા
  • 2017: કોંગ્રેસના હરશદકુમાર રિબાડિયા ફરીથી વિજેતા બન્યા
  • 2022: આમ આદમી પાર્ટીના ભુપેન્દ્રભાઈ ભાયાણી વિજેતા બન્યા

આ પણ વાંચો – Viksit Krishi Sankalp Abhiyan: ખેડૂતોની આત્મનિર્ભરતા અને સ્વદેશીને પ્રોત્સાહન
આ પણ વાંચો – Visavadar : વિધાનસભા બેઠકની ચૂંટણી માટે ભાજપમાંથી ઉમેદવાર નક્કી?

સ્વ. Keshubhai Patel Visavadar Assembly ના મહત્વપૂર્ણ નેતાઓમાંના એક છે. તેઓ 1995, 1998 અને 2012માં વિજેતા બન્યા હતા. 2012માં તેઓએ ગુજરાત પરિવર્તન પાર્ટી (GPP) ની સ્થાપના કરી અને Visavadar બેઠક પરથી જીત મેળવી હતી. પરંતુ 2014માં સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ Bhupat Bhayani 2022માં આમ આદમી પાર્ટી (AAP) તરફથી વિસાવદર બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેમના વિજયથી AAP ને ગુજરાતમાં પ્રથમ વખત વિધાનસભામાં પ્રવેશ મળ્યો હતો. તેમના રાજીનામા પછી, AAP એ વિસાવદર બેઠકની ઉપચૂંટણી માટે Gopal Italia ને ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે. તેઓ અગાઉ ગુજરાત AAP ના પ્રમુખ રહી ચૂક્યા છે. હવે આ વખતે આ બેઠક કોના ખાતામાં જાય છે તે જોવાનું રહ્યું.
Scroll to Top