અમદાવાદનાં Vastral માં પરિવાર સાથે રહેતી પરિણીત મહિલાનો જૂનો પાડોશી યુવક અશોકે 27 મે મંગળવારનાં રોજ રાત્રે મહિલાને ક્રુરતાપૂર્વક ઘા મારી આંતરડા બહાર કાઢી નાખ્યા.
મહિલાએ પોતાના પતિને કરી જાણ
Ahmedabad નાં Vastral વિસ્તારમાં પરિવાર સાથે રહેતી પરિણીત મહિલા અંકિતાને તેના જ જૂના પાડોશી યુવક અશોક મળવા માટે અને વાત કરવા માટે અવારનવાર દબાણ કરતો હતો. આ બાબતે મહિલાએ તેના પતિ ચંદ્રકાંતને ફોન કરીને જાણ કરી હતી, કે અશોક તેને ફોન પણ કરે છે અને મળવા માટે દબાણ કરે છે. અને મળવા માટે ના પાડી તો આપણા ઘરની આસપાસ બાઈક લઈને આંટા મારે છે. ચંદ્રકાંત એ કહ્યું કે તું ચિંતા ના કરીશ. હું થોડીવારમાં ઘરે આવું છું.
પાડોશી અને દીકરીએ ફોન કરીને મૃતકનાં પતિને કરી જાણ
રાતના સમયે ચંદ્રકાંતને તેમના પાડોશીનો ફોન આવ્યો અને પાડોશીએ કહ્યું કે તમારા ઘરે અશોક તમારી પત્નીને છરી મારીને જતો રહ્યો છે. જેથી ચંદ્રકાન્ત તાત્કાલિક ઘરે જવા નીકળ્યો. ત્યારે ચંદ્રકાન્ત પર તેમની દીકરીનો ફોન આવ્યો હતો કે, પપ્પા તમે જલ્દી ઘરે આવો અશોક આપણા ઘરે આવ્યો હતો અને મમ્મીને છરી મારી છે.
ચંદ્રકાન્ત ઘરે આવ્યો ત્યારે ઘરની આસપાસ બધા લોકો ભેગા થયા હતા. ચંદ્રકાન્તે ઘરમાં જઈને જોયું તો પત્ની અંકિતા લોહીલુહાણ હાલતમાં હતી. પેટમાંથી આંતરડા બહાર નીકળી ગયા હતા પરંતુ તેના શ્વાસ ચાલી રહ્યા હતા. આથી તાત્કાલિક 108 અને પોલીસ જાણ કરી હતી. અંતે સારવાર પહેલા જ અંકિતાએ અંતિમ શ્વાસ લીધા હતા.
આ પણ વાંચો – Kana Jadeja: બદનામ કરવાનું કાવતરું કોણે રચ્યું?
આ પણ વાંચો – Gopal Italia: ચૂંટણી પહેલા ઈટાલિયાની વધી મુશ્કેલી!
ચંદ્રકાન્તની માતાએ જણાવ્યા મુજબ, રાતના 8 વાગ્યે ઘરની બહાર ખાટલામાં સૂતા હતા. ત્યારે અશોક ઘરમાં આવ્યો હતો અને ઘરની બહાર એક વ્યક્તિ બાઈક ચાલુ રાખીને ઉભો હતો. આ વખતે અશોક હાથમાં ચપ્પુ લઈને આવ્યો હતો અને સીધો ઘરમાં જતો રહ્યો હતો. ઘરમાં જઈને તેણે રસોઈ કરતી અંકિતા સાથે ઝઘડો કર્યો અને ત્યારબાદ ચપ્પુ વડે અંકિતાને પેટમાં અને શરીરને ઘા માર્યા હતા. છરી મારીને અશોક બહાર ઊભેલા બાઇકચાલક પાછળ બેસીને ભાગી ગયો હતો.
આરોપી અશોકે મૃતક અંકિતાને વાત કરવા માટે 8 વર્ષથી દબાણ કરતો હતો. આરોપી અશોકે અંકિતાને ફોન પણ આપ્યો હતો. આ અગાઉ પણ અંકિતાએ ચંદ્રકાન્તને જણાવ્યું હતું કે, અશોક સાથે વાત નથી કરવી તેમ છતાં અશોક ફોન આપીને જતો રહ્યો છે અને હેરાન કરે છે. આથી તે ફોન ચંદ્રકાન્તે તેની પત્ની પાસેથી લઈ લીધો હતો તે દરમિયાન અશોકનો ફોન આવતા ચંદ્રકાન્ત અને અશોક વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ અશોક એ ચંદ્રકાન્તનાં ગેરેજ પર આવીને મારામારી કરી હતી. તે દરમિયાન ચંદ્રકાન્તે રામોલ પોલીસમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આરોપી અશોકનાં ત્રાસથી અંકિતાના પરિવારે 2 વખત મકાન બદલવા છતા આરોપીએ પીછો છોડ્યો નહોતો. અને અંતે 8 વર્ષે એક તરફી પ્રેમમાં અંકિતાનો જીવ લઈ લીધો. આ અંગે અશોક પટેલ અને તેની સાથે આવેલા બાઇક ચાલક વિરૂદ્ધ ચંદ્રકાંતભાઈએ ફરિયાદ નોંધાવતા Ramol Police એ તપાસ શરૂ કરી છે.