Gopal Italia: ચૂંટણી પહેલા ઈટાલિયાની વધી મુશ્કેલી!

Gopal Italia

ચૂંટણી ટાણે તો ખરાખરીનો જંગ જામે ત્યારે કેશુ બાપાના નામે રાજકારણ શરૂ થતું હોય છે. Gopal Italia નો સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલની સાથે AI જનરેટેડ એક વિડીયો વાયરલ થયો હતો. એ Video Viral થયા બાદ હવે Visavadar ની અંદર Prajashakti Democratic Party ના ઉમેદવાર Lalji Kotadiya એ એક અરજી કરી છે. લાલજી કોટડિયા એ જાંબુડી ગામના સરપંચ છે અને તેને ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ વિસાવદર પોલીસની અંદર એક અરજી કરાય છે. અરજીની અંદર તાજેતરમાં જ ગોપાલ ઇટાલિયા દ્વારા કેશુ બાપાના આશીર્વાદ લેતા હોવાનો એક વીડિયોએ Social Media ની અંદર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોના માધ્યમથી કેશુ બાપાનું અપમાન કર્યાના આક્ષેપો એ વિસાવદર પોલીસની અંદર એક અરજી થઈ છે. હવે આખી આ ઘટનાની અંદર વિસાવદરમાં સ્વર્ગસ્થ કેશુબાપાના નામના રાજકારણનો ઉપયોગ એ અત્યારથી શરૂ થઈ ચૂક્યો છે.

 આ પણ વાંચો – જગ વિખ્યાત મોટિવેશનલ સ્પીકર Jay Vasavada ની મોદી અને અમિત શાહને લઇ કથિત ઓડિયો ક્લિપ વાઇરલ
 આ પણ વાંચો – Kutiyana ના કાના જાડેજા સામે જમીન કૌભાંડના આરોપ લગાડનાર મહિલાએ સોશિયલ મીડિયામાં માંગી માફી

લાલજી કોટડિયાએ વિસાવદર પોલીસને અરજી કર્યા બાદ નિવેદન આપ્યું છે કે આપના ધારાસભ્ય થવા માટે થનગની રહ્યા છે એવા ગોપાલ ઈટાલિયા બરોબર છે. હવે એણે એક એવી પોસ્ટ મૂકી છે આપણા વયોવૃદ્ધ ગુજરાતનું 18 કોમનો અને પાટીદાર સમાજનું ઘરેણું એવા કેશુબાપા પટેલનું એણે કાર્ટૂન બનાવ્યું છે. કાર્ટૂન એવું બનાવ્યું છે એને કે એક મૃત્યુ થઈ ગયેલા આપણા પૂર્વ પ્રમુખ આપણા મુખ્યમંત્રી એનું અપમાન કર્યું છે. લોકોએ એને એવું ખરાબ કર્યું છે કે એને મરેલાને જીવિત બતાવી અને એના આશીર્વાદ લે છે.

 

Scroll to Top