Kana Jadeja: બદનામ કરવાનું કાવતરું કોણે રચ્યું?

Kana Jadeja

થોડાક દિવસ પહેલા પોરબંદરમાં કુતિયાણાનાં ઉપપ્રમુખ કાના જાડેજા (Kana Jadeja) વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં જમીન પચાવી પાડવાની અરજી મામલે હવે નવો વળાંક આવ્યો છે. ફટાણા ગામની જમીન બાબતે દેવીબેન મોઢવાડીયાએ પોલીસને ફરિયાદ અરજી કરી હતી. ફરિયાદ અરજીના પગલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જ્યારે ગઈકાલે આ જ દેવીબેન મોઢવાડીયાનો વધુ એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું છે કે આ વીડિયો વાયરલ કરવા પાછળ મને કોઈંકે કહ્યું હતું અને તેમણે એ પ્રકારનું નિવેદન આપ્યું હતું.

આ ઘટના બાદ પોલીસને ખોટી માહિતી આપનાર વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. ફરિયાદી દેવીબેને Kutiyana ના ઉપપ્રમુખ સામે જમીનની લેતી દેતી બાબતે આક્ષેપ કર્યા હતા. અને ગઈકાલે રાત્રે પોતે ફરિયાદી દેવીબેને પોલીસ સ્ટેશનમાં જઈ સોગંદનામું રજૂ કર્યો હતો. પોલીસે દેવીબેન પર પોલીસને ગેરમાર્ગે દોરવા અને ખોટી માહિતી આપવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કુતિયાણાના ધારાસભ્ય Kandhal Jadeja ના ભાઈ અને ઉપપ્રમુખ કાના જાડેજા વિરુદ્ધ જેણે પણ આ કાવતરું રચ્યું છે તેને છોડવામાં આવશે નહીં.આપને જણાવી દઈએ કે, કાંધલ અને કાના જાડેજા પોરબંદર પંથકમાં ‘Godfather’ ની છાપ ધરાવતા સરમણ મુંજા અને ‘Godmother’ ની છાપ ધરાવતાં સંતોકબહેન જાડેજાના પુત્રો છે.

આ પણ વાંચો – Kutiyana ના કાના જાડેજા સામે જમીન કૌભાંડના આરોપ લગાડનાર મહિલાએ સોશિયલ મીડિયામાં માંગી માફી


આ પણ વાંચો – જગ વિખ્યાત મોટિવેશનલ સ્પીકર Jay Vasavada ની મોદી અને અમિત શાહને લઇ કથિત ઓડિયો ક્લિપ વાઇરલ

શું હતી સમગ્ર ઘટના?

થોડા દિવસ પહેલા કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના નાના ભાઈ અને કુતિયાણા નગરપાલિકાના ઉપપ્રમુખ કાના જાડેજા સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા. દેવીબેન જીવા મોઢવાડીયા નામના વૃદ્ધાએ થોડા દિવસ પહેલા એક Video Viral કર્યો હતો. જેમાં તેમણે કુતિયાણા નગરપાલિકાના ઉપપ્રમુખ કાના જાડેજા સામે જમીન વેચાણ બાબતના આક્ષેપ કર્યા હતા. આ વાયરલ વીડિયોમાં દોઢથી બે કરોડની જમીન 80 લાખ રૂપિયામાં કાના જાડેજાને વેચી દીધા બાદ પૈસા ખાતામાં નાખી દીધા બાદ ઘરેથી લઈ જઈ ખાતામાંથી રકમ ઉપાડી લેતા હોવાનો આક્ષેપ દેવીબેને કર્યો હતો. જો કે, દેવીબેન મોઢવાડિયાએ 26 મેનાં રોજ નવી અરજી કરી ગેરસમજ થઈ અને અમને રકમ મળી ગઈ હોવાનું અરજીમાં જણાવ્યું હતું. આથી, ઉધોગનગર પોલીસને ખોટી માહિતી આપવા બદલ દેવીબેન મોઢવાડિયા વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

Scroll to Top