Weather Tracker: IMD Ahmedabad એ, આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં Yellow ALert જાહેર કર્યું છે. જેમાં જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, ભરુચ, નર્મદા, નવસારી, તાપી, સુરત, ડાંગ અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે રાજ્યભરમાં અનેક સ્થાનો પર ગાજવીજ સાથે હળવો વરસાદ જોવા મળશે. રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું જોર રહ્યું છે.
28 મે અને 29 મે એટલે કે આજે અને કાલે રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી અપાઇ છે. દક્ષિણ ગુજરાત સહિત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. છોટા ઉદેપુર, દાહોદ અને મહીસાગરમાં પણ છુટાછવાયા સ્થળોએ પણ વરસાદનું અનુમાન છે.
આ પણ વાંચો – જગ વિખ્યાત મોટિવેશનલ સ્પીકર Jay Vasavada ની મોદી અને અમિત શાહને લઇ કથિત ઓડિયો ક્લિપ વાઇરલ
આ પણ વાંચો – Gujarat ; PM મોદીનો ધ્રુજારો, “ગોળીનો જવાબ ગોળાથી આપીશુ”
હવામાન નિષ્ણાત Paresh Goswami એ જણાવ્યું છે કે સંપૂર્ણ જૂન મહિનો ગુજરાતવાસીઓને ગરમી અને ઉકળાટનો સામનો કરવો પડશે. ગરમી અને ઉકળાટથી કોઈ રાહત મળવાની નથી. પહેલી કે બીજી તારીખની આસપાસથી તાપમાનમાં ઘટાડો જોવા મળશે અને નોર્મલ પવનની સ્પીડ થઈ જવાની સંભાવના છે. પણ થોડા દિવસની અંદર ફરીથી તાપમાન ઊંચું જશે અને એક પ્રકારે ઉનાળો અનુભવાશે. જેમ જેમ સમય પસાર થતો જશે પવનની ઝડપ ઘટશે તાપમાન ઊંચું જશે એટલે જે પ્રી મોન્સુન એક્ટિવિટીના ઝાપટાઓ પડી રહ્યા છે એ પણ બંધ થઈ જશે. ખેડૂતોને જે ઉનાળું પાક છે એ સાચવવું હોય તો એ સાચવી શકાશે.