MLA Jignesh Mevani કોંગ્રેસનાં નેતૃત્વથી નારાજ?

Jignesh Mevani : છેલ્લા ઘણાં સમયથી Visavadar  – Kadi વિધાનસભાની બેઠક ચર્ચાનું કેન્દ્ર બન્યુ છે. જેમાં Congress નો આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. Visavadar  અને Kadi ની પેટાચૂંટણીની તારીખો જાહેર થતાં જ BJP, Congress અને AAP  ત્રણેય પક્ષ સક્રિય થઈ ગયા છે. Kadi ની બેઠકને લઈને એક પણ પક્ષ એ ઉમેદવારની જાહેરાત કરી નથી. Congress એ MLA Jignesh Mevani ને Kadi વિધાનસભા બેઠકનાં પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ Jignesh Mevani  એ પ્રભારી તરીકેની જવાબદારી સ્વિકારવાની સ્પષ્ટપણે  ના પાડી દીધી હતી. જો કે ના પાડવાનું ચોક્કસ કારણ આપ્યુ નથી. આમ, તો ઘણા સમયથી Congress માં આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે. પરંતુ Jignesh Mevani એ જવાબદારી સ્વિકારવાની ના પાડતા આંતરિક વિખવાદ અને જૂથવાદ ખુલ્લીને બહાર આવ્યો છે. હાલમાં Kadi વિધાનસભા બેઠકના કોંગ્રેસના પ્રભારી તરીકે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદીન શેખને જવાબદારી આપી છે.

Visavadar માંથી AAP એ Gopal Italiya ને ઉમેદવાર તરીકે જાહેરાત કરી દીધી છે. BJP અને Congress ઉમેદવાર જાહેર કરવા માટે અસમંજસની સ્થિતિમાં છે. પણ BJP – Congress એ પ્રભારીનાં નામ જાહેર કરી દીધી છે. Visavadar માં BJP એ  જયેશ રાદડીયા તો કોંગ્રેસે પરેશ ધાનાણીને પ્રભારી તરીકેની જવાબદારી સોંપી છે.

શું છે સમગ્ર ઘટના ? જાણો…

વર્ષ-2022માં સમગ્ર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં Visavadar માં આમ આદમી પાર્ટીમાંથી ભૂપત ભાયાણીની જીત થઈ હતી. જેમાં ભૂપત ભાયાણી એ ડિસેમ્બર-2023 માં ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યુ હતુ. ત્યારથી Visavadar વિધાનસભાની બેઠક ખાલી પડી છે. Kadi ની વિધાનસભા બેઠક પર ભાજપમાંથી કરશનભાઈ સોલંકી જીત થઈ હતી. પરંતુ ફેબ્રુઆરી-2025માં તેઓનું બિમારીને કારણે અવસાન થયુ હતુ. ત્યારથી Kadi વિધાનસભાની બેઠક ખાલી પડી છે. ગુજરાતમાં હાલ વિધાનસભાની 2 બેઠક ખાલી છે. આ 2 વિસ્તારનાં લોકોનું વિધાનસભામાં કોઈ પ્રતિનીધી નથી. ત્યારે ચૂંટણીપંચે આ બંને બેઠક પર પેટાચૂંટણી કરવા માટેની તારીખ જાહેર કરી છે. પરંતુ રાજકીય પક્ષો આ બેઠકો પર ઉમેદવાર ઉતારવા માટે અસમંજસની સ્થિતિમાં છે. તો ક્યાંક નારાજગી છે. તો ક્યાંક જૂથવાદ છે. આ બેઠક પર કોણ બાજી મારશે તે ચૂંટણીનાં પરિણામ પછી જ ખબર પડશે.

Scroll to Top