Visavadar: ભુપત ભાયાણી બાદ રિબડીયાનો મોટો દાવો

Visavadar

Visavadar વિધાનસભા બેઠકનું નામ ચર્ચામાં આવે ત્યારે આ ચર્ચાની વચ્ચે Harshad Ribadiya નું નામ આવે છે. કેમ કે હર્ષદ રીબડિયાએ વર્ષ 2022 ની અંદર ચૂંટણી હારી જતા Bhupat Bhayani ની જીતને પડકાર કરતી એક અરજી કરી હતી. જેના કારણે છેલ્લા દોઢ વર્ષથી Visavadar વિધાનસભાની પેટા ચૂંટણી ન નથી યોજાય. જો કે હવે જ્યારે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખો જાહેર થઈ છે ત્યારે Harshad Ribadiya એ પણ ચૂંટણી લડવા માટે પોતાની તૈયારી દર્શાવી છે.

આ પણ વાંચો – Valsad: આરોપી 9 વર્ષ બાદ પોલીસના હાથે આવ્યો

આ પણ વાંચો – Visavadar: AAP બાદ કોંગ્રેસે પણ કેશુબાપાનો બનાવ્યો વિડીયો

ખાસ ચર્ચાનો વિષય એટલે વિસાવદર બેઠક બની છે કેમ કે ત્યાંથી Gopal Italia પણ મેદાને છે. જ્યારથી હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટની અંદરથી જે પીટીશન પરત ખેંચી છે. એ પીટીશન પરત ખેંચતાની સાથે જ ફરી એક વખત ચૂંટણી માટેના ભણકારાઓ વાગ્યા હતા. જો કે ચૂંટણી પંચે કડી અને વિસાવદર બંને બેઠક માટેની ચૂંટણી જાહેર કરી છે. ચૂંટણી જાહેર કરતાની સાથે જ હર્ષદ રીબડિયા કે જેમને ભુપત ભાયાણીની જીતને પડકાર કરતી એક અરજી ગુજરાત હાઈકોર્ટની અંદર કરી હતી. જ્યારે ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો જાહેર કરી છે, ત્યારે ફરી એક વખત હર્ષદ રીબડિયા ચૂંટણી લડવા માટે તેમની તૈયારી દર્શાવી છે,

વર્ષ 2022માં ભારતીય જનતા પાર્ટી તરફથી હર્ષદ રીબડિયાએ ઉમેદવાર હતા. પરંતુ ત્યાં ભુપત ભાયાણીની સામે હારી ચૂક્યા હતા. ફરી એક વખત હર્ષદ રીબડિયાએ મેદાને આવ્યા છે. જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો કે તમે ચૂંટણી મેદાને ઉતરશો? ત્યારે હર્ષદ રીબડિયાએ જવાબ આપતા એવું કહ્યું કે પાર્ટી જો મારા ઉપર વિશ્વાસ મુકશે તો મારી તૈયારી છે. કડી અને વિસાવદર બેઠક ભારતીય જનતા પાર્ટીએ લીડ સાથે જીતશે આવું જીતનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

Scroll to Top