વર્ષ 2017માં Valsad માં પત્નીએ પ્રેમી સાથે મળીને તેના જ પતિને મોતને ઘાટ ઉતારવા માટેનું કાવતરું રચ્યું હતું. આરોપી વલસાડમાં એક કન્ટ્રક્શન સાઈટ પર JCB ચલાવતો હતો. જો કે આરોપી સંતરામ સાથે રમેશ નામનો યુવક અને તેની પત્ની માધુરી પણ કામ કરતી હતી. માધુરીને સંતરામ સાથે પ્રેમ થયો હતો અને બંને વચ્ચે અડચણ તરીકે માધુરીનો પતિ રમેશ હતો. જેથી રમેશનું ઢીમ ઢાળવા માટે સંતોષ, માધુરી અને અન્ય બે લોકોએ સાથે મળીને એક કાવતરું રચ્યું હતું. જેમાં માધુરીએ રમેશને સંતોષ પાસે JCB શીખવા જવાનું કહ્યું હતું. એક દિવસ રમેશ JCB ના સુપડાની અંદર સૂતો હતો અને અચાનક સંતોષએ JCB ચાલુ કર્યું અને કોલસાના ઢગલામાં સુપડું એ દબાવીને રમેશની હત્યા કરી હતી.
Valsad પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ અને જીલ્લા પોલીસ અધિક્ષક Dr. Karanraj Vaghela ના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન હાથ ધરાયું હતું. આરોપી ઉત્તરપ્રદેશના સુલતાનપુર જીલ્લાના બભનગવા ગામનો વતની છે. પોલીસે પહેલા આરોપીના વતનમાં તપાસ કરી. ત્યાંથી મળેલી માહિતી મુજબ તે દક્ષિણ ભારતમાં JCB ચલાવતો હતો. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી જાણવા મળ્યું કે તે આર.આર. ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીમાં કામ કરે છે.
આ પણ વાંચો – Visavadar: AAP બાદ કોંગ્રેસે પણ કેશુબાપાનો બનાવ્યો વિડીયો