હવે Visavadar ની ચૂંટણીના પ્રચાર પ્રસારમાં AI જનરેટેડ વિડીયોને માધ્યમ તરીકે ઉમેરવામાં આવ્યો છે. જે રાજકીય પક્ષે AI ના માધ્યમથી વિડીયો બનાવે છે અને એ વિડીયોના માધ્યમથી લોકોના મગજમાં ક્લિક થઈ જાય તો એનાથી એક સારું પરિણામ મળી શકે છે. વિસાવદરની ચૂંટણી તો હજુ જાહેર જ થઈ છે પરંતુ આ વિસાવદરની ચૂંટણીમાં સૌથી વધારે કોઈ ચર્ચાનો વિષય હોય તો ગુજરાત રાજ્યના પૂર્વ સ્વર્ગસ્થ મુખ્યમંત્રી Keshubhai Patel. કેશુબાપાના જૂના ભાષણો તમને મળે પણ કેશુબાપા અત્યારે Gopal Italia કે ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપતા વિડીયો તમને જોવા મળે તો નવાઈ ના પામતા કારણ કે આ ચૂંટણીના યુદ્ધમાં AI Technology નો ઉપયોગ ભરપૂર રીતે થઈ રહ્યો છે.
Visavadar માં Gopal Italia નું નામ આવ્યું એટલે ગોપાલ ઈટાલિયાના સમર્થકોમાંથી કોઈએ આ વિડીયો બનાવ્યો જેમા કેશુભાઈ પટેલ ગોપાલ ઇટાલિયાને આશીર્વાદ આપી રહ્યા છે. ગોપાલ ઈટાલિયાને વળતો જવાબ આપવા માટે ફરી AI જનરેટેડ વિડીયો આવ્યો કે જેમાં કેશુબાપા પોતે જીવતા હોય એમ બતાવવામાં આવ્યું ને કીધું કે, “બેટા, ગોપાલ આ પ્રકારનું રહેવા દે હું તો ભાજપનો સ્થાપક છું અને ભાજપને મેં જ બનાવી છે હું હંમેશા ભાજપ સાથે છું આ રીતે ખોટો પ્રચાર બંધ કરી દે તું બેટા…”
આ પણ વાંચો – Visavadar ના ખેડૂતોનું કલ્યાણ કરવા Keshubapa એ Gopal Italiya ને આશીર્વાદ આપ્યા ?