Bachu Khabad :- મનરેગા યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારમાં રોજગારી અને વિકાસ માટે ફાળવવામાં આવેલા નાણાંમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. આ કૌભાંડમાં નાણાંની હેરફેર અને ખોટા દસ્તાવેજો થકી યોજનાની રકમનો દુરુપયોગ થયો હોવાનો આરોપ છે.
દાહોદમાં મનરેગા યોજના અંતર્ગત રૂપિયા 71 કરોડના કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. દેવગઢ બારિયા તેમજ ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં કૌભાંડ મુદ્દે 35 એજન્સી સામે ફરિયાદ દાખલ થઇ છે. આ એજન્સીઓમાં મંત્રીના પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડની એજન્સી પણ સામેલ હતી.
દાહોદમાં મનરેગા યોજના કૌભાંડની તપાસ દરમિયાન પોલીસને વધુ એક મોટી સફળતા હાથ લાગી છે. ગુજરાત રાજ્યના પંચાયત રાજ્યમંત્રી Bachu Khabad ના નાના દીકરા કિરણની પણ પોલીસે ધરપકડ કરી છે. શનિવારના રોજ Balvant Khabad ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે Kiran Khabad ને વડોદરા-હાલોલ હાઇવે પરથી ઝડપી પાડ્યો છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં મનરેગા યોજના હેઠળ થયેલા 71 કરોડ રૂપિયાના કૌભાંડના મામલે પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ રાખ્યો છે. આ કૌભાંડમાં વધુ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ગુજરાતના પંચાયત અને કૃષિ મંત્રી બચુ ખાબડના નાના પુત્ર કિરણ ખાબડ, એજન્સી માલિક પાર્થ બારીઆ, દેવગઢ બારીઆના APO દિલિપ ચૌહાણ અને ધાનપુરના તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી (TDO) તેમજ હાલના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy.DDO) આર.એન.રાઠવાનો સમાવેશ થાય છે. આ ધરપકડ સાથે આ કેસમાં ઝડપાયેલા આરોપીઓની સંખ્યા 11 પર પહોંચી ગઈ છે.