ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સતત ગુજરાત પોલીસ પર આક્ષેપો થઈ રહ્યા છે. સૌથી ચર્ચાતો મુદ્દો ગોંડલનો, જ્યાં સતત Rajkot Police અને SP Himkar Singh પર સવાલો ઉઠી રહ્યા છે અને ગંભીર આક્ષેપો પણ થઈ રહ્યા છે. પરંતુ તેમ છતાય આજ દિન સુધી રાજકોટ જિલ્લા પોલીસ વડાએ મૌન નથી તોડ્યું. હવે વધુ એક વખત જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સામે ગંભીર આક્ષેપો લાગ્યા છે. આક્ષેપો લગાવનાર બીજું કોઈ જ નહીં ગોંડલના જ પિયુષ રાદડિયા છે.
ગોંડલની અંદર બનતી એ સતત ઘટના કે જે લોકોનું ધ્યાન એ ગોંડલ તરફ કેન્દ્રિત કરી રહ્યું છે. પહેલા રાજકુમાર જાટની ઘટના બની ત્યારે પણ રાજકોટ જિલ્લા પોલીસ વડા ચર્ચામાં આવ્યા. આખી આ ઘટનાની અંદર સત્ય શું છે હજુ પણ બહાર નથી આવ્યું. આ તમામની વચ્ચે રાજકોટની અંદર એક એવી ઘટના બને છે કે જેના કારણે ફરી એક વખત રાજકોટ જિલ્લા પોલીસ વડાની સામે સવાલો ઉઠ્યા છે. રાજકોટના ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન અને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનની અંદર વારાફરતી Banni Gajera અને સાથે જ Piyush Radadiya ની સામે ફરિયાદો દાખલ થાય છે. બંનેને એક જગ્યાએથી બીજી જગ્યાએ જેલની અંદર મોકલવામાં આવે છે.
આ તમામ ઘટના દરમિયાન રાજકોટના જેતપુર ખાતે પિયુષ રાદડિયાએ ગત બપોરના રોજ રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ સામે સવાલો ઉઠાવ્યા છે. તેઓ મોડી રાત્રે પિયુષ રાદડિયાનું ઇન્વેસ્ટિગેશન તેમની પૂછપરછ કરવા માટે આવ્યા હતા. બીજી તરફ DySP ને પૂછી અને તેમના આકાઓને પૂછવામાં આવે છે કે પિયુષ રાદડિયાના કેસની અંદર જામીન થઈ ચૂક્યા છે. બીજા કોઈ કેસમાં તેમને મોકલવાના છે કે કેમ આવા ગંભીર આક્ષેપોએ પિયુષ રાદડિયા દ્વારા લગાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો – Amit Chavda: દાહોદ MANREGA કૌભાંડ પર સૌથી મોટો ખુલાસો!
આ પણ વાંચો – Corona in India: જુઓ કયા રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો?
આ તમામ આક્ષેપોની સાથે પિયુષ રાદડિયાએ રાજકોટ પોલીસ ઉપર થર્ડ ડિગ્રીના પણ આક્ષેપો લગાવ્યા છે. તેમણે એમ પણ કહ્યું છે કે અમને પોલીસના લોકોએ અમારી છાતી ઉપર બેસી અને અમને Thinner પીવડાવ્યું છે. હવે આ કેસની તપાસની અંદર વારંવાર ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. આક્ષેપોની વચ્ચે સત્ય શું છે એ હજુ સુધી ખુલીને સામે નથી આવ્યું. ત્યારે જોવું રહેશે કે આગામી સમયમાં આ કેસની તપાસની અંદર કોઈ મોટો ઘટસ્ફોટ થાય છે કે કેમ?