Weather Analysis: રાજ્યમાં સાત દિવસ વરસાદની IMD Ahmedabad ની આગાહી કરવામાં આવી છે. સાત દિવસ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ વરસાદ તોફાની રહેવાની આગાહી કરવામાં આવી છે. જેથી માછીમારોને કાલ સાંજ સુધીમાં પરત ફરવા માટે સૂચના આપવામાં આવી છે. સાઉથ કોંકણ પૂર્વ મધ્ય અરબ સાગર નજીક લો પ્રેશર બન્યું જેની અસર Gujarat માં પણ જોવા મળી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલ સાંજ સુધી ડિપ્રેશન બનવાની હવામાન વિભાગની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. South Gujarat અને દક્ષિણ Saurashtra ના ભાગોમાં ભારે તોફાનની વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું કે હજુ તો નૈઋત્યનું ચોમાસું Kerala નથી પહોંચ્યું પણ ચોક્કસથી એટલું કહી શકાય કે Sri Lanka ના ઘણા બધા ભાગોને કવર કર્યું છે. પણ સાથે વાત એ પણ છે કે ચોમાસું અત્યારે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. પણ જેટલી ઝડપથી આગળ વધતું હતું એ થોડુંક ધીમું પડ્યું છે. આજે 22 તારીખના રોજ પણ હજુ આ સિસ્ટમ વિશે અસમંજસ્તા છે વાવાજોડું બનશે કે મજબૂત ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન બનશે એ હજુ નક્કી થઈ રહ્યું નથી.
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 28 મે સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં 12થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે, ત્યારે આવતીકાલે શુક્રવારે એટલે કે 23 મેથી 25 મે દરમિયાન રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરુચ, સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ભારે વરસાદની આગાહીને લઈને મુખ્યમંત્રીએ કંટ્રોલરૂમ શરુ કરવાની સૂચના આપી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાના વહીવટી તંત્રોને સતર્ક-સજાગ રહેવા આદેશ આપ્યા છે. યલો ઍલર્ટવાળા જિલ્લામાં 24×7 કંટ્રોલરૂમ કાર્યરત કરવા CM ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે.
આ પણ વાંચો – ગુજરાતમાં અંદરખાને OBC વર્ગીકરણની હલચલ કેમ શરુ Jagdish Thakor પાસેથી સમજો રણનીતિ
આ પણ વાંચો – Jigisha Patel: ગોંડલ ગુંડારાજના આરોપ સાથે રાજકોટમાં એન્ટ્રી
સમગ્ર દેશમાં કમોસમી વરસાદનું જોર દિવસો પછી પણ યથાવત્ રહ્યું છે. અરબી સમુદ્રમાં ઉપરોક્ત વાવાઝોડાની શક્યતા દર્શાવતી સિસ્ટમ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જારી છે. પંજાબ, ઉત્તરપ્રદેશ, બંગાળની ખાડી ઉપરાંત દક્ષિણ ગુજરાત કાંઠા નજીક ઉત્તર-પૂર્વ Arabian Sea માં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે.