Morbi બિલ્ડર પર ફાયરિંગ, શા માટે ફાયરિંગ કર્યુ? જાણો

Morbi બિલ્ડર પર ફાયરિંગ, શા માટે ફાયરિંગ કર્યુ? જાણો..

ગુજરાત રાજ્યમાં દિન-પ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે, એવામાં Morbi નાં એક બિલ્ડર તરૂણ ગામી પર અજાણ્યા શખ્સે જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. Morbi શહેરનાં પ્રમુખ એપાર્ટમેન્ટમાં રહેતા બિલ્ડર તરૂણ ગામી પર મોટા દહીસરા ગામ પાસે 3 ગોળીઓ ચલાવવામાં આવી હતી.

આ ઘટનાની મળતી માહિતી મુજબ, તરૂણ ગામી તેમના સંબંધી ભીખાભાઈ પટેલને મળવા માટે તેની કાગળની મિલ પર મળવા ગયા હતા. પાછા ફરતી વખતે GEB નાં પાવર હાઉસ પાસે GJ-36-R-5350 માં હતા તે દરમિયાન એક અજાણ્યો શખ્સ આવ્યો હતો.

આ શખ્સે આવી તરૂણ ગામી સાથે અભદ્ર વર્તન કરી ગાળો આપવાનું ચાલુ કર્યુ હતુ. તરૂણ ગામીએ આ શખ્સને ગાળો ન બોલવાનું કહેતા. આ શખ્સે પોતાની પાસે રહેલા તમંચામાંથી ગોળીઓ છોડી હતી, જે તરૂણ ગામીને ડોકનાં પાછળનાં ભાગમાં, ડાબા ગાલ પર ગોળી વાગી હતી.

તરૂણ ગામી ગંભીર ઈજા થઈ હોવા છતા પોતાની કાર ચલાવી તેમના મિત્ર સંજય દોશીને ફોન કરી પછી બંને પ્રાથમિક સારવાર માટે Morbi હોસ્પિટલ પહોચ્યા હતા. ત્યાર બાદ વધુ સારવાર માટે મોરબીથી રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.

Scroll to Top