રણજી ટ્રોફી 2024-25માં મિઝોરમ તરફથી રમી રહેલા યુવા બેટ્સમેન અગ્નિ ચોપરા ખતરનાખ બેંટીગ કરી રહ્યા છે. અગ્નિ ચોપરાએ આ વર્ષની શરૂઆતમાં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. ટૂંકી કારકિર્દીમાં પોતાની ઓળખ બનાવી દિધી છે. મિઝોરમની ટીમ હાલમાં રણજી ટ્રોફીમાં મણિપુર સામે રમી રહી છે. આ મેચની પ્રથમ ઇનિંગ્સમાં અગ્નિ ચોપરાએ શાનદાર બેવડી સદી ફટકારી છે. અગ્નિ ચોપરાએ 269 બોલમાં 218 રનની ઇનિંગ રમી જેમાં 29 ફોર અને 1 સિક્સ સામેલ છે.
અગ્નિ ચોપરાએ પ્રથમ ઇનિંગમાં 110 રન બનાવ્યા હતા
અગ્નિ ચોપરાએ અરુણાચલ પ્રદેશ સામે રમાયેલી મેચમાં પણ જોરદાર પ્રદર્શન કર્યું હતું. અગ્નિ ચોપરાએ પ્રથમ ઇનિંગમાં 110 રન બનાવ્યા હતા. બીજા દાવમાં 238 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ ઉપરાંત તેમણે રણજી ટ્રોફી 2024-25ની શરૂઆતની મેચમાં અડધી સદી ફટકારી હતી. આ વખતે દરેક મેચમાં મોટી ઇનિંગ્સ રમી છે અને તે સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં સૌથી આગળ છે.
અગ્નિ ચોપરા વિનોદ ચોપરાના પુત્ર
અગ્નિ ચોપરા બોલિવૂડના દિગ્ગજ નિર્માતા અને નિર્દેશક વિધુ વિનોદ ચોપરાના પુત્ર છે. વિધુ વિનોદ ચોપરા બોલિવૂડનું એક મોટું નામ છે. તેણે 3 Idiot જેવી પ્રખ્યાત ફિલ્મો બનાવી છે. હવે તેનો પુત્ર ક્રિકેટની દુનિયામાં પોતાનું નામ બનાવી રહ્યો છે. અગ્નિ ચોપરાએ માત્ર 9 ફર્સ્ટ ક્લાસ મેચમાં 8 વખત 100+ રન બનાવ્યા છે. આ ઉપરાંત તેના નામે 4 અડધી સદી પણ છે. તેણે લિસ્ટ A અને T20 ક્રિકેટમાં 3 અડધી સદી પણ ફટકારી છે. અગ્નિ મુંબઈ તરફથી જુનિયર ક્રિકેટ પણ રમી ચૂક્યો છે.