Parimal Nathwani: મુખ્યમંત્રીને પત્ર, દ્વારકામાં હટાવો ગેરકાયદેસર દબાણ

Parimal Nathwani

રાજ્યસભાના સાંસદ Parimal Nathwani એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો. સાંસદ Parimal Nathwani એ મુખ્યમંત્રીને પત્ર લખીને Dwarka જગત મંદિરના એક કિલોમીટર વિસ્તારમાં બાંધકામ ન કરવાની માંગ કરી છે. પોતાના પત્રમાં સાંસદ Parimal Nathwani એ દ્વારકામાં ગેરકાયદે થયેલા બાંધકામોને જમીનદોસ્ત કરવાની માગણી છે. મંદિરની ગરિમા જળવાઈ રહે તે મુજબ સ્થાનિક પ્રશાસન કામ કરવું જોઈએ તેવી પણ માંગ કરી છે. પત્રમાં પરિમલ નથવાણીએ આરોપ લગાવ્યો કે દ્વારકામાં અનેક મસમોટા ગેરકાયદે બાંધકામો થઈ રહ્યા છે. તેમણે લખ્યું છે કે સ્થાનિક પ્રશાસને નિયમિત રીતે ચેકિંગ કરતા રહેવું જોઈએ. BU Certificate મેળવ્યા બાદ જ બિલ્ડિંગનો ઉપયોગ કરવા દેવો જોઈએ. ત્યારબાદ બિલ્ડિંગમાં કોઈપણ જાતના ફેરફાર ન થવા જોઈએ જે જોવાનું કામ સ્થાનિક પ્રશાસનનું છે. એટલું જ નહીં, Illegal Construction તાત્કાલિક રોકીને દૂર કરવા જોઈએ.

Parimal Nathwani

પત્રમાં શું લખ્યું Parimal Nathwani એ?

  1. Dwarkadhish Temple ની આસપાસ હાલમાં જે બાંધકામ ઊભાં થઇ ગયેલાં છે અને જે હાલમાં ચાલુ છે તેવા તમામ ગેરકાયદેસરના બાંધકામોના વિજળી અને પાણીના જોડાણો તાત્કાલિક અસરથી કાપી નાંખવા જોઇએ તેમજ ભવિષ્યમાં પણ તેમને આ પ્રકારની પ્રાથમિક સુવિધાઓથી વંચિત કરવા જોઇએ.
  2. આ પ્રકારના ગેરકાયદેસરના બાંધકામોને તાત્કાલિક અસરથી જમીનદોસ્ત કરવી દેવા જોઇએ જેથી ભવિષ્યમાં કોઇ પણ વ્યક્તિ ગેરકાયદેસરનું બાંધકામ કરતાં પહેલાં વિચાર કરે.
  3. સક્ષમ વિકાસ સત્તામંડળ / સક્ષમ કચેરી દ્વારા શહેરમાં થતાં બાંધકામની સમયાંતરે ચકાસરી રતાં રહેવું જોઇએ જેથી સક્ષમ સત્તામંડળ અને/અથવા સક્ષમ વહિવટી કચેરી પાસે બાંધકામજો પ્લાન મંજૂર કરાવ્યા વિના કે બાંધકામની પરવાનગી મેળવ્યા વિના બાંધકામ શરૂ ન થાય.
  4. ગુજરાત સરકારના GDCR અનુસાર દ્વારકા વિકાસ સત્તામંડળની D7 કેટેગરીમાં આવે છે. તેથી સક્ષમ વિકાસ સત્તામંડળે સનિશ્ચિત કરવું જોઇએ કે દ્વારકા નગરમાં થતાં બાંધકામ ઝોનિંગ પ્રમાણેની FSI, રોડની પહોહોઈ અવરા ચાાવપને ઉચાઈ. તેમજ પાર્કિંગ તથા અન્ય શરતોને આધિન જ થવું જોઈએ.
  5. ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં બાંધકામ માટે એક સરખો GDCR રજૂ કર્યો છે ત્યારે બાંધકામના નિયમોનો ભંગ ન થાય તેમજ બિનસત્તાવાર/ગેરકાયદેસર બાંધકામ ના થાય તે માટે સક્ષમ વિકાસ સત્તામંડળ દ્વારા આપવામાં આવેલા બિલ્ડિંગ યુસેજ (BU) પરમિશન રજૂ ન થાય ત્યાં સુધી વિજળી કંપનીએ આ પ્રકારના બાંધકામને વિજ જોડાણ આપવું જોઇએ નહીં.
  6. બિલ્ડિંગ યુસેજ (BU) પરમિશન મેળવ્યા બાદ બિલ્ડિંગમાં બિનસત્તાવાર/ગેરકાયદેસર વધારો કરવામાં આવતો હોવાની ઘટનાઓ રોકવા માટે બિલ્ડિંગ યુસેજ (BU) પરમિશન દર ત્રણ વર્ષે રિન્યુ કરાવવી જોઇએ.
  7. વગર પરમિશને થતા બાંધકામ અને નિયમ મુજબ ન ર ન થતાં ચાલુ બાંયકામો પર તાત્કાલિક અસરથી રોક તે રોક લગાવી દેવી જોઇએ અને તે બાંધકામોને જમીનદોસ્ત કરી દેવા જોઇએ.

આ પણ વાંચો – Asiatic Lion: રાજ્યની આન બાન શાન, જાહેર થયા આંકડા

આ પણ વાંચો – Hiralba Jadeja: સાયબર ફ્રોડ ગેંગના માસ્ટરમાઈન્ડ!

શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ પ્રત્યક્ષ રીતે આપના હસ્તક હોવાથી આપને આ વિનંતી કેરું છું. આ ઉપરાંત જગતમંદિરની ગરિમા જળવાઈ રહે તે માટે મંદિરની ફરતે ૦૧ કી.મી. સુધી કોઈ નવું બાંધકામ ના થાય તે માટે નવો કાયદો લાવવો જોઇએ.

Scroll to Top