Weather Tracker: હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદ પડી શકે છે. આજે ગુજરાતભરમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 22, 23, 24 તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. 25 તારીખે ગુજરાતના અનેક વિસ્તારમાં છૂટા-છવાયો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ 23 અને 24 તારીખ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર-પૂર્વ રાજસ્થાન પર અપર એર Cyclonic Circulation સક્રિય છે.
Gujarat માં નૈઋત્યના ચોમાસાનું આગમન થાય તે પહેલા જ વરસાદી માહોલ છવાયો છે. IMD Ahmedabad એ આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છૂટ્ઠાછવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ચાર-પાંચ દિવસમાં નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચી જવાની શક્યતા છે. જેની અસર ગુજરાત પર પણ જોવા મળશે.
22મી તારીખથી 26મી સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદની વકી છે. 22મી તારીખે આખા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની વકી છે. જ્યારે ભરૂચ, નર્મદા, છોટાઉદેપુરમાં છૂટછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. 23મી તારીખે આખા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની વકી છે. અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં છૂટછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.
આ પણ વાંચો – Sukhpreet Kaur: મોડેલની આત્મહત્યાનો ભેદ ઉકેલાયો, મળી 1 અરજી
આ પણ વાંચો – Amreli પોલીસ પર હવે વિશ્વાસ કેમ કરવો પોલીસ જ સરકારી ગાડીમાં કરે છે દારૂની હેરાફેરી ?
24મી તારીખે આખા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આ સાથે જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં છૂટછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. 25મી તારીખે આખા ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 26મી તારીખે આખા ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.