Alpesh Kathiriya: Gondal પોલીસને ધમકી, હર્ષ સંઘવીને આપશે રિપોર્ટ

Alpesh Kathiriya

રાજ્યમાં હવે Gondal મુદ્દે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. Alpesh Kathiriya એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું છે કે, ભાગવતભૂમિ ગોંડલના ટેગ સાથે Alpesh Kathiriya એ એક પોસ્ટ કર્યો. જેમાં કથીરિયાએ સ્પષ્ટપણે લખ્યું કે ગોંડલ દર્શનમાં મારી સાથે જોડાયેલા યુવાનોને ફસાવવામાં આવે છે. તેમણે આરોપ લગાવ્યો છે કે કોઈનાં ઇશારે આ યુવાનોને ખોટા કેસમાં ફસાવવા કે હેરાન કરવાનું ષડયંત્ર છે. અલ્પેશ કથીરિયાએ ગોંડલ પોલીસને ધમકી આપી કે આ પોલીસને સુધરવા માટેની અંતિમ તક છે. અને છેલ્લે લખ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. બાકી બંગલેથી કોઈ બચાવવા નહીં આવે.

-: ભાગવતભૂમિ ગોંડલ :-
ગોંડલ દર્શન માં મારી સાથે જોડાયેલ યુવાનોને કોઈનાં ઇશારે ખોટા કેસમાં ફસાવવા કે હેરાન કરવાનું કૃત્ય કરનાર ચોક્ક્સ પોલીસ ને સુધરવા માટે ની અંતિમ તક.
કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો…
બાકી બંગલેથી કોઈ બચાવવા નહીં આવે.


Gondal , સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટનું એક એવી જગ્યા જે રાજકીય અને સામાજિક રીતે સંવેદનશીલ શહેર છે. હાલ તે શહેર Ganesh Gondal અને અલ્પેશ કથીરિયા વચ્ચેના વિવાદના કારણે ચર્ચામાં છે. આ વિવાદે ગોંડલના રાજકારણ અને સમાજમાં ગરમાવો પેદા કર્યો છે. અલ્પેશ કથીરિયા એ સુરતમાં એક સભાને સંબોધીને શરૂ કરેલો આ વિવાદ ગોંડલમાં અલ્પેશ કથીરિયાની કાર પર હુમલો થયા સુધી પણ અટક્યો નથી. આ વિવાદની અસર સોશિયલ મીડિયા પર પણ જોવા મળી રહી છે.

આ પણ વાંચો – Banni Gajera: વધુ એક ફરિયાદ, એક મહિનામાં 5મી ફરિયાદ થઈ દાખલ

આ પણ વાંચો – Weather Update: શું હશે વાવાઝોડાનું નામ જે ત્રાટકી શકે છે રાજ્ય પર?

 

Scroll to Top