મહારાષ્ટ્રમાં ચૂંટણીનું રણશિંગું ફૂંકાય ગયું છે. ત્યારે આ ચૂંટણીમાં કાકા અને ભત્રીજા વચ્ચે લડાઈ જોવા મળશે. ત્યારે ભાજપ,કોંગ્રેસ,NCP,NCP(અજીત પવાર),શિવસેના,શિવસેના(શિંદે) મહારાષ્ટ્રની ચૂંટણી જીતવા કમર કસી લીધી છે. કોંગ્રેસે શનિવારે પોતાના 23 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. હવે તેની થોડી જ વારમાં ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર કરી છે. ભાજપે પીએમ મોદી અને યોગી આદિત્યનાથ સહિતના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે.
ભત્રીજ યુગેન્દ્ર પવાર વિધાનસભા ચૂંટણીમાં કાકા અજીત પવારને પડકાર
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભારે ઉત્સાહ જામી ગયો છે. લોકસભા ચૂંટણીમાં બારામતી લોકસભા સીટ માટે ભાભી સુનેત્રા પવાર અને ભાભી સુપ્રિયા સુલે વચ્ચેની લડાઈમાં ભાભીનો વિજય થયો હતો. જેના 6 મહિના પછી ભત્રીજ યુગેન્દ્ર પવાર વિધાનસભા ચૂંટણીમાં કાકા અજીત પવારને પડકાર આપી રહ્યો છે. આ બધાની વચ્ચે ભત્રીજા સમીર ભુજબળના બળવા પર કહ્યું કે, બધાના DNA સરખા હોય છે.
બાળાસાહેબ ઠાકરે VS રાજ ઠાકરે
બાળાસાહેબ ઠાકરે સાથે કામ કરનાર અન્ય મોટા નેતા તેનાથી દુર થવા લાગ્યા હતા. ત્યારે રાજ ઠાકરેએ 27 નવેમ્બર 2005ના રોજ શિવસેનામાંથી રાજીનામું આપ્યું અને એક નવા રાજકિય પક્ષની શરૂઆત કરી હતી. તેમને બાળ સાહેબ સાથે બળવો કરીને 9 માર્ચ 2006ના રોજ મુંબઈમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની સ્થાપના કરી હતી. 2009ની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં રાજ ઠાકરેની પાર્ટી ખાસ કરી શકી ન હતી. પરંતુ શિવસેના-ભાજપ ગઠબંધનના મત કાપ્યા હતા.
ધનંજય મુંડે VS ગોપીનાથ મુંડે
ધનંજય મુંડે અને તેમના કાકા ગોપીનાથ મુંડેનો હાથ પકડીને રાજકારણ શીખવાડ્યું હતું. ધનંજય મુંડેને લાગ્યું કે, પંકજા મુંડેને ગોપીનાથ મુંડેનો વારસો મળ્યો છે. ધનંજય મુંડે ભાજપથી અલગ થઈને એનસીપીના મહત્વના નેતા બન્યા.ધનંજય મુંડેએ તેમની રાજકીય સફર ભાજપથી શરૂ કરી હતી. પરંતુ બાદમાં તેઓ એનસીપીમાં જોડાયા હતા. ધનંજય મુંડેએ 2019ની વિધાનસભા ચૂંટણીમાં તેમની પિતરાઈ બહેનને હરાવ્યા હતા. અજીતના જૂથ, એનસીપી અને બીજેપી વચ્ચેના જોડાણને કારણે, ભાઈ-બહેન પંકજા અને ધનંજય એકસાથે આવ્યા છે.