2027ની આગામી બેઠક માટે જ્યારે કોંગ્રેસ મેદાને ઉતરી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અઘ્યક્ષ Shaktisinh Gohil ને મીડિયાકર્મીએ પૂછ્યું કે, Paresh Dhanani અને Jenny Thummar નું નામ સંભળાઈ રહ્યું છે. ત્યારે, તેમને વાતને ફેરવતા કહ્યું, “આપણે કોઈને ત્યાં સગપણ જોવા જઈએ ત્યારે તેની જાહેરાત નથી આપતા નકકી થઈ જાયને પછી કંકોત્રીઓ છપાવીએ છીએ. એમ અત્યારે કોણ વરરાજા છે એના નામો જાહેર કરવાના ના હોય એ મહુળી મંડળનું કામ છે. યોગ્ય સમયે તમને બોલાવીને યોગ્ય નામની જાહેરાત કરીશું.”
Visavadar ના લોકોને ‘લોયલ વોટ બેંક’ તરીકે વર્ણવવું મુશ્કેલ છે. અહીંની જનતા પોતાનાં પ્રતિનિધિઓ પાસેથી વિકાસ, સ્થાનિક પ્રશ્નોના ઉકેલ અને પારદર્શક વહીવટની અપેક્ષા રાખે છે. તે જ કારણે અહીં 15 વર્ષમાં 4 અલગ-અલગ પક્ષને તક મળી છે: ભાજપ, GPP, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી.
Visavadar Legislative Constituency માં રાજકીય દ્રશ્યમાં નોંધપાત્ર પરિવર્તનો જોવા મળ્યા છે. 2007માં ભાજપના કનુભાઈ ભાલાલાએ વિજય મેળવ્યો હતો. પરંતુ 2012માં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટી તરફથી ચૂંટણી લડી અને વિસાવદર બેઠક પર 42,186 મતોથી વિજય મેળવ્યો. તેમના રાજીનામા બાદ 2014ની ઉપચૂંટણીમાં કોંગ્રેસના હર્ષદ રિબડિયાએ ભાજપના ભરત પટેલને હરાવ્યા હતા.
2017માં રિબડિયાએ ફરીથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિજય મેળવ્યો, પરંતુ 2022ની ચૂંટણી પહેલા તેઓ ભાજપમાં જોડાયા. 2022ના ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભુપેન્દ્ર ભાયાણીએ વિસાવદર બેઠક પર 7,063 મતોથી વિજય મેળવ્યો હતો જે, AAP માટે મહત્વપૂર્ણ જીત તરીકે નોંધાય છે.
આ પણ વાંચો – Dahod મનરેગા કૌભાંડમાં મંત્રીપુત્રો ની ધડપકડ બાદ હવે પોલીસનો ટાર્ગેટ કોણ?
આ પણ વાંચો – IPO: આ 05 IPO માં કરો રોકાણ, મેળવો લાભ
વિસાવદર રાજકીય રીતે જાગૃત અને ફેરફાર માટે તૈયાર મતદારોની બેઠક છે. અહીંની જનતા નેતાઓ પાસેથી સંવાદ, સારું પ્રદર્શન અને જવાબદારીની અપેક્ષા રાખે છે. આ માટે વિસાવદરને ‘પોલિટિકલ લેબોરેટરી’ તરીકે પણ જોઈ શકાય છે, જ્યાં નીતિ અને નેતૃત્વનું સાચું મૂલ્યાંકન થાય છે.