Share Market માં હવે IPO પ્રાયમરી માર્કેટમાં હલચલ વધી રહી છે. આ સપ્તાહ દરમિયાન 5 નવા આઈપીઓ ખુલી રહ્યા છે. જેમા 2 મેઇનબોર્ડ સેગમેન્ટના છે.
Borana Weaves IPO (20 મે થી 22 મે)
સુરત સ્થિત સિન્થેટિક ટેક્સટાઇલ ઉત્પાદક Borana Weaves નો 144.89 રૂપિયાનો IPO આજ રોજ રોકાણકારો માટે ખુલી ગયો છે. ત્રણ દિવસ ચાલનાર આ ઇશ્યૂ 22 મેના રોજ બંધ થશે. આ IPO સંપૂર્ણપણે નવો ઇશ્યૂ હશે, જેમાં કંપની 67.08 લાખ નવા ઇક્વિટી શેર ઇશ્યૂ કરશે. બજાર વિશ્લેષકોના મતે, બોરાના વીવ્ઝનો IPO GMP રૂ. 63 છે, જે કેપ પ્રાઇસ કરતા 29.1 ટકા વધારે છે.
Victory Electric Vehicles IPO (20 થી 23 મે)
Victory Electric Vehicles નો 40.66 કરોડ રૂપિયાનો IPO 20 મે ખુલશે અને 23 મે બંધ થશે. શેર એલોટમેન્ટ 27 મે ફાઇલ થયા બાદ 28 મેના રોજ NSE SME પર શેર લિસ્ટિંગ થવાનો છે. IPO માટે ઇસ્યુ પ્રાઇસ 72 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1600 રૂપિયા છે.
Belrise Industries IPO (21 મે થી 23 મે)
આ IPOનું કદ રૂ. 2,150 કરોડ રાખવામાં આવ્યું છે અને આ માટે કંપનીએ રૂ. 85 થી રૂ. 90 પ્રતિ શેર પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે. Belrise Industries ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, પેસેન્જર કાર, કોમર્શિયલ અને કૃષિ વાહનો માટે સલામતી-નિર્ણાયક સિસ્ટમ્સ અને એન્જિનિયરિંગ સોલ્યુશન્સનું ઉત્પાદન કરે છે. બજાર વિશ્લેષકોના મતે, અનલિસ્ટેડ માર્કેટમાં બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝનો IPO GMP રૂ. 17 છે, જે કેપ પ્રાઇસ કરતા 18.8 ટકા વધારે છે.
Dar Credit and Capital IPO (21 થી 23 મે)
ડાર ક્રેડિટ અને કેપિટલ IPO ની પ્રાઇસ બેન્ડ રૂ. 57-60 છે. એક જ અરજી સાથે લઘુત્તમ લોટ સાઈઝ 2000 શેર છે. છૂટક રોકાણકારો માટે લઘુત્તમ રોકાણ રકમ રૂ. 1 લાખ 14 હજાર છે. કંપની આ ઇશ્યૂ દ્વારા રૂ. 25.66 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. તે એક નોન-બેંકિંગ નાણાકીય કંપની છે જે મુખ્યત્વે ત્રણ પ્રકારના નાણાકીય ઉત્પાદનો ઓફર કરે છે, વ્યક્તિગત લોન, અસુરક્ષિત MSME લોન અને સુરક્ષિત MSME લોન. બજાર વિશ્લેષકોના મતે, અનલિસ્ટેડ બજારમાં ડાર ક્રેડિટ અને કેપિટલ IPO GMP રૂ. 12 છે, જે કેપ કિંમત કરતા ૨૦ ટકા વધારે છે.
Unified Data-Tech Solutions IPO (22 થી 26 મે)
આ 114.47 કરોડ રૂપિયાનો બુક બિલ્ડિંગ ઇશ્યૂ છે, જેમાં 52.92 લાખ શેર વેચાણ માટે ઓફર કરવામાં આવ્યા છે. યુનિફાઇડ ડેટા-ટેક IPO ની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 260-273 નક્કી કરવામાં આવી છે. કંપની કસ્ટમાઇઝ્ડ અને નવીન ટેકનોલોજી સોલ્યુશન્સ પૂરા પાડવામાં નિષ્ણાત છે. બજાર વિશ્લેષકોના મતે, અનલિસ્ટેડ માર્કેટમાં યુનિફાઇડ ડેટા-ટેક IPO GMP રૂ. 175 છે, જે કેપ પ્રાઇસ કરતા 64.1 ટકા વધારે છે.
આ પણ વાંચો – Bachu Khabad: કરોડોનું મનરેગા કૌભાંડ, હવે જેલ હવાલે બંને
આ પણ વાંચો – દાહોદ મનરેગા કૌભાંડમાં કોના ચાર હાથ?, Amit Chavda એ ભાજપ સરકાર પર કર્યા ગંભીર
અસ્વીકરણ: નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી ભલામણો, ટીપ્સ, મંતવ્યો અહીં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. આ ન્યૂઝરૂમ ગુજરાતનો મંતવ્યો રજૂ કરતા નથી.