કોંગ્રેસનેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ IPS પછી IAS અધિકારી અને મહિસાગર જીલ્લાના કલેક્ટર નેહા કુમારી દુબે સામે ગુન્હો દાખલ કરી તાત્કાલિક અસરથી ભાજપ સરકાર સસ્પેન્ડ કરે તેવી માંગ કરી હતી.
કલેક્ટરે દલિત નાગરિકનું અપમાન કર્યું – જીગ્નેશ મેવાણી
જીગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે, મહીસાગરના કલેકટર નેહાકુમારી દ્વારા દલિત શોષિત, પત્રકાર, વકીલ માટે અણછાજતી ટીપ્પણી કરેએ ખુબ ગંભીર બાબત છે. આઈપીએસ રાજકુમાર પાંડીયન દ્વારા ગુજરાતના ૫૦ લાખ અનુસુચિત જાતીના અપમાન બાદ મહિસાગરના કલેક્ટરે પણ અનુસુચિત જાતીનુ સરકારના સ્વાગત કાર્યક્રમમાં ન્યાય માટે ગયેલ અરજદાર વિજયભાઈને ધમકાવી તમારી કામમાં હજુ મહિનાઓ લાગશે તેમ કહી અણછાજતું, ઉદ્ધતાઇપુર્વકનુ વર્તન થકી દલિત નાગરિકનું અપમાન કર્યું છે. નાગરિકો સાથે ગેરવર્તણૂક એટલે સરકારી કર્મચારીની સર્વિસ બુકના રુલનુ ઉલ્લંઘન છે. સમાજમાં શોષિત, વંચિત, દલિત, આદિવાસીના માન, સન્માન અને આત્મ સન્માનને રક્ષણ આપતી એટ્રોસિટી એક્ટ અંગે કોઈપણ આધારા પુરાવા, સર્વે, રીપોર્ટ કે અભ્યાસ વગર મનઘડત વાત કરતા કહ્યું કે, ૯૦ ટકા એટ્રોસીટીના કેસ બ્લેક મેઇલીંગ કરવા માટે ઉપયોગ થાય છે. આ પ્રકારનું નિવેદન આદિવાસી, અનુસુચિત જાતીના લોકોને અને સામાન્ય સમાજના લોકો વચ્ચે વૈમનશ્ય વધારનારું છે.
ગુન્હો દાખલ કરી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે
કલેકટરને પૂછવા માંગીએ છીએ કે આદિવાસી, દલિત સમાજના લોકોને મળવાપાત્ર કેટલી સ્ટોન ક્વોરી, સરકારી ભઠ્ઠા અને ખેતીની જમીન અપાવી? એ વિગતો જાહેર કરે. આગામી દિવસોમાં મહિસાગરના અનુસુચિત જાતીના લોકો વિરૂધ્ધ એટ્રોસીટીનો કેસ લઈને આપની પાસે આવશે તૈયાર રહેજો. દલિત સમાજ, વકીલ, પત્રકાર અને મહિલા પ્રત્યે કુંઠિત માનસિકતા ધરાવતા મહિસાગર કલેક્ટર નેહા કુમારી દુબે સામે ગુન્હો દાખલ કરી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી અમારી માંગણી છે.