Weather Analysis: Gujarat માં ચોમાસા પહેલા જ આ સિસ્ટમ (Cyclonic Circulation) ને કારણે વરસાદ શરૂ થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે અને જો સિસ્ટમ મજબૂત બની તો અતિભારે વરસાદ પણ થઈ શકે છે. હાલની સ્થિતિમાં સિસ્ટમ કેટલી મજબૂત બનશે અને કઈ તરફ વળાંક લેશે એના પર તમામ આધાર છે કે ગુજરાતના કયા વિસ્તારોને આ સિસ્ટમને કારણે અસર થશે.

આ વર્ષે ચોમાસું તેના નિર્ધારિત સમય કરતા આગળ ચાલી રહ્યું છે અને Kerala પર પણ તેની વહેલી શરૂઆત થવાની શક્યતા છે. ચોમાસાની શરૂઆત પહેલા જ ગુજરાત અને Maharashtra પર ભારેથી અતિભારે વરસાદ અને જો સિસ્ટમ વધારે મજબૂત બને તો વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગના કહેવા મુજબ આ સિસ્ટમ ઉત્તર તરફ એટલે કે ગુજરાત તરફ આગળ વધશે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહે છે.
સામાન્ય રીતે અરબી સમુદ્ર (Arabian Sea) અને બંગાળની ખાડી (Bay of Bengal) માં ચોમાસા પહેલા વાવાઝોડા સર્જાતા હોય છે અને તેમા મે મહિનામાં એપ્રિલ કરતાં વધારે વાવાઝોડાં સર્જાય છે. હવામાન વિભાગે જે માહિતી આપી છે તે પ્રમાણે 21 મેના રોજ Karnataka અને Konkan ના દરિયાકાંઠા પાસે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. જે બાદ આ સિસ્ટમ મજબૂત બનશે.
આ સિસ્ટમ 22 મેના રોજ લો-પ્રેશર એરિયા બન્યા બાદ તે કેટલા દિવસ સુધી દરિયામાં રહે તેના પર બધો આધાર છે કે આ સિસ્ટમ વાવાઝોડું બનશે કે નહીં. હવામાન વિભાગનું કહેવું છે કે આ સિસ્ટમ લો-પ્રેશર એરિયા બન્યા બાદ વધારે મજબૂત થશે. પરંતુ હજી એવી પુખ્ત માહિતી આપવામાં આવી નથી.
આ પણ વાંચો – Banni Gajera: પોલીસની પૂછપરછમાં કર્યો મહત્વપૂર્ણ ખુલાસો