Gir Somanath : તત્કાલિક કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાને નોટિસ !

Gir Somanath : શંખ સર્કલ નજીક કરાયેલા ડીમોલેશનનો મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. 6 અસરગ્રસ્તોએ કોર્ટમાં અરજી કરી છે. તેમના આક્ષેપ મુજબ, આધાર-પુરાવા હોવા છતાં તંત્રએ કોઈ નોટીસ આપ્યા વગર એકતરફી ડીમોલેશન કર્યું હતું. 7 મેના રોજ આ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કલેક્ટર, ડી.વાય.એસ.પી. સહિત 14 અધિકારીઓને નોટિસ ફટકારી છે. કોર્ટે નોંધ્યું કે નોટિસ વગર ડીમોલેશન કરવું સુપ્રીમ કોર્ટના દિશા-નિર્દેશનું ઉલ્લંઘન છે. તમામ અધિકારીઓએ સોગંદનામા સાથે જવાબ રજૂ કરવાનો રહેશે.

Scroll to Top