ભારીય ટીમનો કેપ્ટન 11 વર્ષ પછી મુંબઈમાં ટેસ્ટ મેચ રમશે, છેલ્લી મેંચમાં સદી ફટકારી હતી

ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝમાં છેલ્લી મેંચ 1 નવેમ્બરથી રમાશે. બંન્ને ટીમો 1 નવેમ્બરથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમશે. બે મેંચ હાર્યા પછી ભારતીય ટીમ છેલ્લી મેંચમાં જીત સાથે સમાપ્ત કરવા માંગશે. જ્યારે ન્યુઝીલેન્ડ છેલ્લી મેંચ જીતીને ક્લીન સ્વીપ કરવા ઉતરશે. આ મેંચ રોહિત શર્મા માટે ખુબ ખાસ બની ગઈ છે. રોહિત શર્મા વાનખેડે સ્ટેડિયમમાં 11 વર્ષ બાદ ટેસ્ટ મેંચ રમવા ઉતરશે.

 

રોહિત શર્મા માટે આ ટેસ્ટમેંચ ખાસ

રોહિત શર્મા 11 વર્ષ બાદ પોતાના હોમ ગ્રાઉન્ડ પર ટેસ્ટ મેચ રમશે. તેણે તેની છેલ્લી ટેસ્ટ મેચ 2013માં વેસ્ટ ઈન્ડિઝ સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમી હતી. આ ટેસ્ટ મેચ પણ સચિન તેંડુલકરની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ હતી. ત્યારથી રોહિત શર્મા આ મેદાન પર કોઈ ટેસ્ટ મેચ રમવા ઉતરીયો નથી. રોહિત શર્માએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં તેની છેલ્લી ટેસ્ટ મેચ દરમિયાન શાનદાર સદી ફટકારી હતી. તેણે મેચની પ્રથમ ઇનિંગમાં 127 બોલમાં 111 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઈનિંગ દરમિયાન રોહિતે 11 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. તે સિરીઝમાં રોહિતના બેટથી કુલ 288 રન બન્યા હતા. આ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ સિરીઝ પણ પસંદ કરવામાં આવ્યો હતો.

ભારતીય ટીમ છેલ્લા 12 વર્ષથી મેંચ હારી નથી

ટીમ ઈન્ડિયાએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 26 ટેસ્ટ મેચ રમી છે. તેમાથી ભારતીય ટીમે 12 મેચ જીતી છે અને 7 મેચ હારી છે, જ્યારે 7 મેચ ડ્રો પણ રહી છે. ટીમ ઈન્ડિયા છેલ્લા 12 વર્ષમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં એકપણ ટેસ્ટ મેચ હારી નથી. ભારતીય ટીમે આ મેદાન પર તેની છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2021માં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી, જ્યારે ભારતે આ મેચ 372 રનના માર્જીનથી જીતી હતી.

 

Scroll to Top