Gondal રીબડાનાં મૃતક Amit Khuntનાં પત્નીએ CMને લખ્યો ખુલ્લો પત્ર..

Gondal રીબડાનાં મૃતક અમિત ખૂંટનાં પત્નીએ મુખ્યમંત્રીને લખ્યો ખુલ્લો પત્ર..

Gujarat News : Gondal નાં Ribda ગામનાં પાટીદાર યુવાન Amit Khunt 05 મે ના રોજ આપઘાત કર્યો હતો. આપઘાત કરતાં પહેલા મૃતક Amit Khunt એ એક ચિટ્ઠી લખી હતી. જે ચિટ્ઠીમાં તેમને હનીટ્રપમાં ફસાવવામાં આવ્યો હતો. અને તેને બદનામ કરવા માટે આખુ ષડયંત્ર રચવામાં આવ્યુ હતુ. જેમાં મોટા ગજાના બાહુબળીયા એ તેમને મરવા માટે મજબૂર કર્યો હતો, તેના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેના પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પણ હજી સુધી આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. એવામાં મૃતક Amit Khunt ની પત્નીએ રાજ્યનાં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે

મૃતક અમિત ખૂંટની પત્નીએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર..

બીનાબેન અમિતભાઈ ખૂંટ કે જે મૃતકનાં પત્ની છે, જેમણે તા.15 મે ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો કે, “Amit Khunt ને મરવા માટે મજબૂર કરનાર Aniruddhsinh Jadeja  અને Rajdeepsinh Jadeja નાં નામ Amit khunt એ તેમની અંતિમ ચિટ્ઠીમાં લખ્યા હતા. જેના આધારે તે બંને ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પરંતુ આરોપી Aniruddhsinh Jadeja કે Rajdeepsinh Jadeja હજી સુધી પોલીસ પકડથી દૂર છે જે હજુ સુધી પકડાયા નથી જેને તાત્કાલિક પકડવામાં આવે. તથા આરોપી Aniruddhsinh Jadejaનાં મોટા દીકરા Shaktisinh Jadeja અને તેના મળતિયાઓ અમારા ઘર પાસેથી નીકળીને ભયનો માહોલ ઉભો કરી અમને ડરાવવા માટેનાં પ્રયત્નો કરી રહ્યા છે. જેના કારણે અમારો પરિવાર ભયનાં ઓથાર હેઠળ જીવે છે તો અમારા પરિવારને રક્ષણ આપવામાં આવે. તથા આરોપી રાજદીપસિંહ તથા તેના મોટા ભાઈ શક્તિસિંહ હથિયારનાં પરવાના ધરાવતા જેને તાતકાલિક રદ કરવામાં આવે” આ પ્રકારની માંગ કરતો પત્ર લખ્યો છે.

 

 

Scroll to Top