મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની 4 મહાનગરપાલિકા અને 4 નગરપાલિકાને દિવાળી ભેટ, 1664 કરોડ રૂપિયાની મંજૂરી

રાજ્ય સરકારે દિવાળી પહેલા 4 મહાનગરપાલિકાઓ અને 4 નગરપાલિકાને રાજ્ય સરકારે 1664 કરોડની ભેટ આપી છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના માટે વિવિધ કુલ 502 કામો માટે કુલ 1664 કરોડ રૂપિયાની ફાળવવાની મુખ્યમંત્રીએ મંજુરી આપી હતી. ભચાઉ-ધાનેરા-ડાકોર-ખેડબ્રહ્મા નગરપાલિકાઓમાં ભૂગર્ભ ગટર યોજનાના કામો માટે કુલ ૬૭.૭૦ કરોડ રૂપિયાની ફળવણી કરવામાં આવી હતી.

સુરતમાં 6 નવા ફ્લાય ઓવર બનશે

આ ઉપરાંત સુરત શહેરમાં 6 ફ્લાય ઓવર માટે કુલ 380 કરોડ રૂપિયા આપવામાં આવ્યા. જ્યારે અમદાવાદને આઉટગ્રોથ વિસ્તારના 46 કામો માટે કુલ 313 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. વડોદરામાં પણ આઉટગ્રોથ વિસ્તારના 50 વિવિધ કામો માટે 68 કરોડ રૂપિયા, જ્યારે આંતરમાળખાકિય માટે કુલ 378 કામો માટે 755 કરોડ રૂપિયાની ભેટ આપી છે. ગાંધીનગરમાં 22 કામો માટે 144 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતા.

શહેરમાં રહેતા લોકોના જીવનધોરણમાં ઉન્નતિ અને સુખાકારી માટે નિર્ણય

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ-આઉટગ્રોથ અને ફ્લાય ઓવરબ્રિજના મળીને કુલ ૧૨,૧૨૨ કરોડ રૂપિયા છેલ્લાં ત્રણ વર્ષમાં ફાળવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં રહેતા લોકોના જીવનધોરણમાં ઉન્નતિ અને સુખાકારી માટે ઈઝ ઓફ લીવિંગમાં વૃદ્ધિનો અભિગમ અપનાવ્યો છે. આ હેતુસર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રીએ અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગર મહાનગરોને વિવિધ ૫૦૨ જેટલા વિકાસકામો માટે ૧૬૬૪ કરોડ રૂપિયાની મંજૂરી આપી છે.

 

ગાંધીનગર મહાનગરપાલિકામાં સામાજિક આંતર-માળખાકીય સુવિધા માટે રાયસણ ખાતે સ્વર્ણિમ સાંસ્કૃતિક કેન્દ્ર તથા રાંદેસણ ખાતે નવીન પાર્ટી પ્લોટના નિર્માણની કામગીરી, મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા આંગણવાડીઓ અને પી.એચ.સી. કેન્દ્રોના રિનોવેશન અને બાંધકામની કામગીરી સહિતના કામો માટે ૧૧ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. ગાંધીનગરને ૨૨ કામો માટે ૧૪૪.૪૩ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.

 

 

 

Scroll to Top