હું સંપૂર્ણ સ્વસ્થ છું – પરેશ ધાનાણી

ગુજરાત કોંગ્રેસના પૃર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીની તબિયત લથડી હતી. મહારાષ્ટ્રના નાસિકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ધાનાણીની તબિયત બગડી હતી. તેમને પ્રટાર દરમિયાન હાર્ટ અટેક આવ્યો હતો. ગણતરીની કલાકોમાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ હોસ્પિટલમાં તેમની એન્જીયોપ્લાસ્ટની સર્જરી કરવામાં આવી હોવાની માહિતી સામે આવી હતી. પરેસ ધાનાણીએ વિડીયો સંદેશ આપતા કહ્યું કે, હું સંપૂર્ણ સ્વસ્થ છું, આજે હોસ્પિટલ માંથી રજા મળશે. તેમણે દીપાવલી પર્વની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.

દીપાવલી પર્વની સૌને શુભેચ્છાઓ – પરેશ ધાનાણી

ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં જણાવાયું છે કે, પરેશ ધાનાણીની નાસિક ખાતે તબિયત બગડતાં તાત્કાલિક સારવાર માટે નાસિકની શ્રીજી હોસ્પિટલમાં ખસેડાયા. જ્યાં તેમની તબિયત હાલ સ્થિર છે. કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશીના જણાવ્યા અનુસાર, તેમની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી. જોકે, હાલ પરેશ ધાનાણીની તબિયત એકદમ સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે. એક દિવસ બાદ તેમને હોસ્પિટલમાંથી રજા મળી શકે છે. AICC સચિવ અનંત પટેલ હોસ્પિટલ પર પહોંચ્યા હતા.

હું સંપૂર્ણ સ્વસ્થ છું – પરેશ ધાનાણી

પરેશ ધાનાણી ગત લોકસભાની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસ તરફથી રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. ભાજપના ઉમેદવાર પરષોતમ રૂપાલા સામે તેમની કરારી હાર થઈ હતી. આ ચૂંટણીમાં પરષોતમ રૂપાલાની જંગી બહુમતીથી જીત થઇ હતી. પરેશ ધાનાણી વર્ષ 2000માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બી.કોમની ડિગ્રી મેળવ્યા પછી સમાજસેવાના હેતુ સાથે રાજકારણમાં જોડાયા હતા. પ્રથમ ચૂંટણી તેમણે અમરેલીથી લડી હતી. રાજકોટમાં કોલેજકાળથી NSUI સાથે જોડાઈ ગયેલા પરેશ ધાનાણી વર્ષ 2001માં અમરેલી જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ બન્યા હતા.

Scroll to Top